________________
૨૭. તે એકલો દુઃખને સહન કરતો હતો. વળી તેઓ બે અત્યંત ભૂખી હતી. જ્યાં સુધી શિષ્યો વડે દ્વાર ઉઘાડાતું નથી (ત્યાં સુધી) દુઃખનો પાર શી રીતે થાય ? ૨૧૭૩.
૨૮. વળી બહાર રહેલા તે શિષ્યો વિચાર કરે છે કે ખરેખર કોઈ પણ દેવતા આ ગુરુને ઉપસર્ગ કરે છે. ૨૧૭૪.
. ૨૯, ઘણા કાળે દ્વાર ઉઘાડાતે છતે નીકળતા એવા રક્તની (લોહીની) ધારાથી સાક્ષાત્ લોહીના પર્વતની જેમ તે તેઓ બે (વાંદરીઓ) ની સાથે નીકળ્યા. ર૧૭૫.
૩૦. હે ભગવનું ! પૂજ્ય એવા આપને પણ આ શું થયું? એ પ્રમાણે પૂછતે તે ગુરુએ તે વૃત્તાંતને તે પ્રમાણે જ કહ્યું. ૨૧૭ક.
૩૧. ઉપહાસપૂર્વક, કરૂણતાપૂર્વક, દીનતાપૂર્વક શિષ્યોએ કહ્યું. ગોર વડે ગુરુને અનુરૂપ ભક્તિ કરાઈ. ૨૧૭૭.
૩૨. પોતાના આચારને મૂકવાથી આ ગુરુને એ પ્રમાણે જ ઉચિત છે. ખરેખર મહાદેવની પૂજા ભસ્મ વડે જ થાય પરંતુ ચંદન વડે નહીં. ૨૧૭૮.
- ૩૩, અમુક કાળે નિરોગી થયેલ ગુરુ ગોર વડે પણ બોધ પમાડાયો. હે ભગવન્! આવા પ્રકારનું કાર્ય તાપસજનને ઉચિત નથી. ૨૧૭૯.
૩૪, એ પ્રમાણે તેને શિક્ષા આપીને ગોર પોતાના ઘરે ગયો. તાપસે પણ ઘણા કાળ પર્યત તાપસી દીક્ષાને પાળી. ૨૧૮૦.
૩૫. હે ભવ્ય પ્રાણીઓ ! જો તમારી મોક્ષનગરને મેળવવાની અને સંસારને ત્યાગ કરવાની ઈચ્છા હોય તો કિંપાકના ફલની ઉપમાવાળા વિષમ એવા આ વિષયો ત્યાગ કરવા જોઈએ. ૨૧૮૧. છે એ પ્રમાણે શ્રી ઉપદેશ સપ્તતિકાના પાંચમા અધિકારમાં નવમો ઉપદેશ છે. તે
ઉપદેશ સપ્તતિ ૨૭૭