________________
૩૬. તારા ઘરમાં અમુક વર્ષો પહેલા કેટલાક યાત્રિકો આવ્યા હતા. શું તેઓમાંના એકનું રત્ન તારા વડે ચોરાયું હતું કે નહીં ? તે તું કહે. ૨૧૪૧.
* ૩૭. ત્યારબાદ તેઓથી ગભરાયેલ તેણી વડે સત્ય કહેવાય છતે તેઓએ કહ્યું, “તેને દુઃખ આપવાથી તેના જીવ વડે તને દુઃખ અપાયું છે.” ૨૧૪ર.
૩૮. પશ્ચાત્તાપ કરવામાં તત્પર એવી તેણીએ પણ તેઓને તે રત્ન અર્પણ કર્યું. તેઓ વડે પણ તેના સૂરના) કલ્યાણની ઈચ્છા વડે તીર્થમાં જઈને રત્નનો વ્યય કરાયો. ૨૧૪૩.
૩૯. તપના વિધાન વડે આ ભવમાં અનુક્રમે કર્યો છે ઘર અને દેહનો ત્યાગ એવા તેઓએ પણ કુશપણાને પ્રાપ્ત કર્યું તેથી તે અન્ય માન્ય એવા લોકોના ધનનું હિરણ ન કર અને સંતોષ રૂપી અમૃતરસને આત્મસાત્ કર. ૨૧૪૪.
- ૪૦. મિશ્રાદષ્ટિ લોકોને ઉચિત પુરાણમાં કહેલી આ વાર્તા છે ખરેખર તત્ત્વજ્ઞાનવાળા જૈનોને અપરાધ થઈ જાય તો પણ વિક્રિયા એટલે વિપરીત ક્રિયા ન હોય. ૨૧૪૫. . .
I એ પ્રમાણે શ્રી ઉપદેશસપ્તતિકાના પાંચમા અધિકારમાં આઠમો ઉપદેશ છે. એ
ઉપદેશ સપ્તતિ ૨૭૩