________________
૨૭. તેના વચનને સ્વીકારીને મનમાં ધારણ કરીને ઘે૨ ગયા. ત્યારે સૂરે પણ તે પ્રમાણે જ મરણને સાધ્યું. ૨૧૩૨.
૨૮. તેનો સૂરનો જીવ તેણીની કુક્ષીમાં પુત્રપણે અવતર્યો. કરેલ કષ્ટના અનુમાનથી નિયાણું નિષ્ફળ થતું નથી. ૨૧૩૩.
૨૯. અમુક કાલે માણિક્ય નામવાળો પુત્ર થયો અને તે લાલન કરાયો. મોટો થયો અને ભણાવાયો. ૨૧૩૪.
૩૦. (તેને) પ્રૌઢ કુલમાં ઉત્પન્ન થયેલી રૂપવતી કન્યા પરણાવાઈ. કુટુંબના ભારને ધારણ કરતો તે બાર વર્ષનો થયો. ૨૧૩૫.
૩૧. હવે (પૂર્વે) સંકેત કરાયેલ પહેલાની જેમ યાત્રાને માટે કરાયેલ ઉઘમવાળા ત્રણે પણ વ્યવહારીઓ તે જ નગરમાં આવ્યા. ૨૧૩૬.
૩૨. તે સુથા૨ના ઘ૨માં તે કુમારને જુએ છે અને તે જ આ જીવ છે એ પ્રમાણે ત્રણે વ્યવહા૨ીઓ પરસ્પર કહે છે અને હસે છે. ૨૧૩૭.
૩૩. એટલાંમાં તે પુત્રને ભયંકર તાવ ચઢ્યો. ઘણા વૈઘો બોલાવાયા, અનેક પ્રતિક્રિયાઓ કરાઈ. ૨૧૩૮.
૩૪. તો પણ તે બાલક મરણ પામ્યો. શું નિયાણું અન્યથા થાય ? ! સઘળા લોકો વડે ઉદ્વેગ કરાયો. વળી માતા વડે વિશેષ પ્રકારે ઉદ્વેગ કરાયો. ૨૧૩૯.
૩૫. ત્યારે તેઓએ તેણીને કહ્યું. હે ભદ્રે આ જ ભવમાં પોતે કરેલ કર્મનું ફળ પ્રાપ્ત થયું. તેણીએ કહ્યું. મારા વડે શું કરાયું ? ૨૧૪૦.
ઉપદેશ સપ્તતિ ૨૭૨