________________
૯. ચોટાની (ચૌરાહાની) મધ્યમાં આવ્યા. ત્યાંના રાજાની આગળ નટ લોકો વડે કરાતા નાટકને જોયું. ૨૧૧૫.
૧૦. ત્યારે એકાંત સ્થાન માનીને સુથારની પત્ની વડે તેના સૂરની જીવિતની ઉપમાવાળું સૂરની ઝોળીમાં રહેલું રત્ન હરણ કરાયું. ૨૧૧૬. .
૧૧. તેઓ (સંન્યાસીઓ) પણ ત્યાં નાટકમાં દિવસ વિતાવીને સંધ્યાકાળે ત્યાં જ (સુથારના) ઘરે આવ્યા અને રાતવાસો (રાત્રે) રહ્યાં. ર૧૧૭,
૧૨. સવારે ઉઠીને પોતપોતાની ઝોળી સંભાળ્યા વિના ખભા પર નાંખીને તેઓ અનુક્રમે ગંગા તરફ આગળ ચાલ્યા. ૨૧૧૮.
૧૩. ત્યાં સ્નાનાદિ પુણ્યકાર્ય કરીને શ્રાદ્ધ કરવાની ઈચ્છાવાળા પોતપોતાના રત્નોના વ્યયની ઈચ્છા વડે ઝોળીમાંથી કાઢવા લાગ્યા. ૨૧૧૯.
૧૪. ત્યારે સૂરે પોતાનું રત્ન નહીં જોતા તેઓને કહ્યું. ભાઈઓ ! મારું તે રત્ન કોઈ પણ પાપી વડે હરણ કરાયું. ૧૨૦,
૧૫. આ ઝોળી પ્રાયઃ હમેશાં આપણી પાસે જ રાખેલી હતી. અરે ! અહીં તે રત્ન હરણ કરવામાં કોની શંકા કરાય ? ૨૧૨૧.
૧૯. પરસ્પર વિચાર કરીને તેમાં એક સંન્યાસીએ તેને કહ્યું, સાંભળ જ્યારે સુથારના ઘરમાં આ ઝોળી મૂકાઈ. ૨૧૨૨.
૧૭. ત્યારે આપણે ત્યાં નાટક જોવામાં વ્યગ્ર હતા. સુથારના ઘરે તેની પત્ની જ હતી તેથી તેણીનું આ કાર્ય સંભવે છે. ૨૧૨૩.
ઉપદેશ સપ્તતિ ૨૭૦