________________
“ઉપદેશ-૮” ૧. પ્રાણોનો વિયોગ એ હિંસા છે અને બાહ્ય પ્રાણો એ પ્રાણીઓનું ધન છે. એમ પંડિત પુરુષો વડે કહેવાય છે. જેના વડે બીજાનું ધન હરણ કરાયું, તેના વડે પ્રાણો હણાયા છે. અહીં સુથારની પત્નીનું દૃષ્ટાંત છે. ૨૧૦૬.
૧. તામલિપ્તપુરમાં સૂદા-સૂરા-ખૂંટા અને સોના નામવાળા પ્રભાવશાળી ચતુર એવા ચાર શ્રેષ્ઠીઓ હતા. ૨૧૦૭.
૨. મોટા કુટુંબવાળા, ઘણા ધનવાળા, પરસ્પર પ્રીતિવાળા, સમાન વયવાળા, રાજાની સંભાના શણગારના હેતુભૂત - ૨૧૦૮.
૩. સરલ સ્વભાવવાળા, સર્વ ધર્મકાર્યમાં તત્પર એ પ્રમાણે એકબીજાનો વિચાર કરે છે. એક વખત એકાંતમાં વિચારે છે. ૨૧૦૯.
૪. ધન મેળવાયું, ભોગો ભોગવાયા, પુત્રો વિગેરે થયા. રાજાથી માન પણ પ્રાપ્ત થયું પરંતુ આત્માનું કાર્ય ન કર્યું. ૨૧૧૦.
પ. અહીં શરીર સ્વસ્થ હોતે છતે નિરોગી હોતે છતે) બુદ્ધિશાળીઓ વડે ધર્મ કરવા યોગ્ય છે. ઘર સળગતે છતે કૂવો ખોદવાનું કોણ કરે ? ૨૧૧૧.
૯. એ પ્રમાણે વિચારીને પોતપોતાના ઘરની ચિંતા પોતપોતાના પુત્રોને સોંપીને સંન્યાસના વૈષવાળા તેઓ તીર્થયાત્રાને માટે ચાલ્યા. ૨૧૧૨.
- ૭. લાખના મૂલ્યવાળા રત્નથી યુક્ત જુદી જુદી ઝોળીઓ ખભા પર ધારણ કરનારા તેઓ ધીરે-ધીરે માર્ગને ઓળંગે છે. ૨૧૧૩.
૮. તેઓ એક નગરમાં આવ્યા ત્યાં સુથારના ઘરે ભોજન કરીને અને તેમની સુથારની પત્નીને તે ઝોળીઓ ભળાવીને - ૨૧૧૪.
ઉપદેશ સપ્તતિ ૨૬૯