________________
૩૩. ત્યાં અવસરે એણે ક્યાંક પણ તપાગચ્છની અવહીલના (નિંદા) કરી અને પોતાની સ્તુતિ કરી. ત્યારે પોલાકે કહ્યું. ૨૦૦૯.
૩૪. અરે કુલિંગી ! શું બોલે છે? મહાજનને જોતો નથી ? એ પ્રમાણે કહીને એકાએક ઉઠીને થપ્પડ વડે તેને માર્યો. ૨૧૦૦.
૩૫. તાપસ રોષથી લાલ થયો અને રાજાની સભામાં ગયો. વૈદ્યરાજ પણ ત્યાં આવ્યો અને બંનેએ પોતપોતાના વૃત્તાંતને કહ્યો. ૨૧૦૧.
૩૯. બંનેને પણ માન્ય હોવાથી રાજાએ જ્યારે કશું ય ન કહ્યું, ત્યારે મદનસિંહે કહ્યું, હે દેવ ! અહીં શું વિચાર કરો છો ? ૨૧૦૨.
૩૭. એક વડે જીભનો વ્યાપાર કરાયો અને બીજાએ હાથને ચલાવ્યો. એકના દંડમાં બીજાને પણ દંડ થાય તેથી બંનેને પણ દંડ નથી. ૨૧૦૩.
૩૮. એ પ્રમાણે સાંભળીને રાજેન્દ્ર પોતાના અંતરમાં હસ્યો અને મૃદુ વચનો વડે સાત્ત્વના આપીને તે બંનેને પણ પોતપોતાના સ્થાને વિસર્જન કર્યા. ૨૧૦૪.
. ૩૯. એ પ્રમાણે જેમ આ મદનસિંહે શ્રેષ્ઠીથી પ્રાણોનો નાશ હોતે છતે પણ પોતાના પિતાના સોગંદ ન કર્યા, તેથી વિધિને જાણનાર ભવ્ય પ્રાણીઓ વડે અરિહંતાદિ વિષયમાં આલોકમાં સત્ય અથવા અસત્ય પણ સોગંદ કરવા યોગ્ય નથી. ૨૧૦૫.
| એ પ્રમાણે શ્રી ઉપદેશસપ્તતિકાના પાંચમા અધિકારમાં સાતમો ઉપદેશ છે. તે
ઉપદેશ સપ્તતિ ૨૬૮