________________
૨૪. હે વત્સ! તું ધનવાનોમાં અગ્રણી છો કે જેનું આવા પ્રકારનું સાહસ છે. મારા વડે આ (તારી) પરીક્ષા કરાઈ. મારું કાંઈ લેણું નથી. ૨૦૯૦.
૨૫. જે કારણથી સિંહનું બચ્ચું સિંહની ઉપમાવાળું થાય. સૂર્યથી તામસી વૃષ્ટિ ન થાય અને ચંદ્રમાંથી અંગારાવાળી વૃષ્ટિ ન થાય. ૨૦૯૧.
રક. એ પ્રમાણે તેણે તેની પ્રશંસા કરીને જગતસિંહના પદ પર સ્થાપન કરીને તેની (જગતસિંહની) જેમ ત્યાં (મંદનસિંહ સાથે) પણ વ્યવહાર કર્યો. ૨૦૯૨.
૨૭. એ પ્રમાણે મદનસિંહ પણ રાજા વગેરેને પ્રિય થયો. જ્યાં જ્યાં ગુણોનો આદર હોય ત્યાં ત્યાં પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય. ૨૦૯૩.
૨૮. એક વખત બિમાર પડેલ સુરત્રાણ રાજાને મેદપાટથી આવેલા પોલા નામના મોટા વૈદ્યરાજે નિરોગી કર્યો. ૨૦૯૪.
૨૯. ત્યારથી માંડીને રસોના (ઔષધોના) અંગોને (ભેદોને) જાણનાર, શાસ્ત્રને જાણનાર, વિવિધ પ્રકારની ઔષધિઓના યોગને જાણનાર (અર્થાત્
ઔષધિઓને મિશ્ર કરવાની પદ્ધતિ તથા ફલને જાણનાર) તે રાજા વિગેરેને પણ માન્ય થયો. ૨૦૯૫. '૩૮. તે એટલો બળવાન હતો કે એકી સાથે નવ નાળિયેરને ભાંગી નાખે છે અને તેની અંદર સોપારીને પોતાના અંગુઠા વડે તોડી નાખે છે. ૨૦૯૬.
૩૧. બે જાનું, બે કાંખ, બે કોણી, બે ખભા અને એક નાકને વિષે (સોપારીને) મૂકીને એ પ્રમાણે જ - તે સોપારીનું ચૂર્ણ કરે છે. ૨૦૯૭.
૩૨. એક વખત તે (વૈદ્યરાજ) મહાજનની સાથે ઉપાશ્રયમાં આવ્યો અને તાપસ વડે વ્યાખ્યાન કરાતે છતે તે બેઠો. ૨૦૯૮.
ઉપદેશ સપ્તતિ ૨૧૭