________________
ઉપદેશ-૬”
૧. જિનેશ્વર ભગવંતના ચરણોમાં વંદન કરવામાં જોડાવા માત્રથી પણ પુરુષોને સુખ-સંપતિઓ પ્રાપ્ત થાય છે. જેમ કે વીર જિનેશ્વરને વંદન કરવાની ઈચ્છાવાળો દેડકો પણ દેવલોકમાં ઘણી ઋદ્ધિવાળો દેવ થયો. ૧૫૫.
૧. પહેલા રાજગૃહનગરમાં નંદી નામનો મણિકાર (મણિનો વેપારી) સમૃદ્ધિથી નંદી યુક્ત હતો. શ્રી વીરપરમાત્માથી ધર્મને પામીને હંમેશાં તે જ ધર્મને કરે છે. ૧૫૯.
૨. આ સામાયિક-પ્રતિક્રમણ-પૌષધ વિગેરે ક્રિયાને કરતો મોક્ષની ઈચ્છાવાળા (સર્વ કર્મથી મૂકાવાની ઈચ્છાવાળા) ની જેમ સમય પસાર કરે છે. ૧૫૭.
૩. એક વખત ઉનાળામાં અઠ્ઠમ તપને અંતે (અઠ્ઠમમાં) પૌષધ ગ્રહણ કરેલ રાત્રિના સમયે તૃષાથી પીડાતા તેણે હૃદયમાં એ પ્રમાણે વિચાર્યું. ૧૫૮.
૪. જેઓ જલથી પૂર્ણ વાવ-કૂવા વિગેરેને કરાવે છે. તેઓની જ સર્વ પ્રાણીઓને ઉપકારી એવી લક્ષ્મી વખાણવા લાયક છે. ૧૫૯.
પ. પૌષધ પારીને (જયણા કરીને) સવારે પારણું કરેલ આ મશિકારે) સુંદર આકૃતિવાળી વાવ કરાવી. ૧૬૦.
*. ક. તેમાં ચારે બાજુ યજ્ઞશાલા, મઠ, દેવકુલિકાઓ, જંગલોને દ્રવ્યના વ્યયવડે પણ નિર્માણ કરાવરાવ્યા. ૧૯૧.
તેમાં (વાવ વિગેરેમાં) આસક્ત મનવાળો તે ધર્મને વિષે અલ્પ આદરવાળો થયો. અંતે સોળ અસાધ્ય રોગની પીડાથી આકુલ-વ્યાકુલ થયો. ૧૬ર.
સોળ રોગો આ પ્રમાણે કહેવાયેલા છે –
ઉપદેશ સપ્તતિ ૨૩