________________
૭. જે કારણથી ઘણા વર્ષો પર્યત તારા પિતાની સાથે મારા વડે વ્યવહાર કરાયો તેથી લેણું અને દેણું પણ ઘણું છે. ૨૦૭૨.
૮. પહેલા સેંકડો ઘોડાઓ આપીને દેવું પૂરું કરાયું ઉત્સુકતાથી પોતાના નગરમાં ગયો. વળી બાકી રહેલું લેણું અહીં રહ્યું. ૨૦૭૩.
૯. કેટલું લેણું બાકી છે એ પ્રમાણે કહેતે છતે તેણે (ધનદેવે કહ્યું. જૂના નાણા વડે બત્રીસ હજાર લેણું છે. જો યોગ્ય હોય તો અર્પણ કર. ૨૦૭૪.
૧૦. પુત્રે મદનસિંહે) પણ કહ્યું. પિતાનું દેવું થોડું અથવા ઘણું હોય. મારા વડે ચોપડામાં જે પ્રમાણે નામ જોવાય. તે પ્રમાણે અપાય. ૨૦૭૫.
૧૧. પરંતુ મારા વડે આપનું નામ ત્યાં (ચોપડામાં) ક્યાંય પણ જોવાયું નથી. લખાણ વાંચ્યા વિના લેણું પણ શી રીતે મેળવાય ? અપાય ? ૨૦૭ક.
૧૨. ચિત્તમાં આંનંદિત શ્રેષ્ઠીએ પણ ગુસ્સે થયેલાની જેમ તેને ફરીથી કહ્યું. ' અરે ! પિતાનું દેવું પુત્ર આપે છે. અહીં શું વિચારણા છે. ૨૦૭૭.
૧૩. હે શ્રેષ્ઠી !તમારા વડે ફોગટ આ પ્રયાસ શા માટે કરાય છે? સાક્ષી અથવા લખાણ વિના લેણું મેળવાશે નહીં. ૨૦૭૮.
, ૧૪. શ્રેષ્ઠી રાજાની સભામાં ગયો અને તેની આગળ કહ્યું. હે દેવ ! જો અહીં એકાંત હોય તો એક વિનંતિ છે. ૨૦૦૯.
૧૫. રાજા વડે તે પ્રમાણે કરાયે છતે તેણે (ધનદેવે કહ્યું. જગતસિંહના પુત્રની સાથે પરીક્ષાને માટે મારા વડે કૃત્રિમ કલહ આરંભ કરાયો છે. ૨૦૮૦.
ઉપદેશ સપ્તતિ ૨પ