________________
“ઉપદેશ-૭” ૧. શ્રેષ્ઠ વાણિયા વડે અટકાવાયેલ પણ જગતસિંહનો પુત્ર જેણે પિતાના સોગંદને ન કર્યા (તે જ) વખાણવા યોગ્ય છે. જે કારણથી મોટા કાર્યમાં પણ શ્રી દેવની-ગુરુની-તીર્થની-રાજાની-પિતા વિગેરેની સોગંદ ન કરવી જોઈએ. ૨૦૧૪.
૧. જગતસિંહ શ્રેષ્ઠિને ચતુર આશયવાળો લોકોમાં તે પ્રમાણે જ પ્રખ્યાતિવાળો મદનસિંહ નામે પુત્ર હતો. ૨૦૧૫.
૨. પહેલા ખુરસાણ નામના મોટા સ્થાનમાં વસનારો ધનદ નામે વસ્તુપતિ (ધનપતિ) હતો. તે તેના પિતાને પ્રીતિપાત્ર હતો. ૨૦૬ક.
૩. જગતસિંહ સ્વર્ગમાં ગયે છતે એક વખત તે યોગિનીપુરમાં વ્યવસાય (વેપાર) ને માટે આવ્યો અને તેના ઘરમાં ગયો. ૨૦૧૭.
૪. કુટુંબના ક્ષેમકુશલ-વ્યાપારાદિની પૃચ્છા કરવા વડે તેની શ્રેષ્ઠીની) જેમ તેના પુત્રને વિષે પણ એણે વ્યવહાર કર્યો. ૨૦૧૮.
૫. પરંતુ તેની પરીક્ષાને માટે તેણે એ પ્રમાણે ઉપાય કર્યો. આલોક અને પરલોકના કાર્યમાં સજ્જનોની પરીક્ષા કરાય છે. ૨૦૬૯.
૧. સોનું-ચંદન-સપુરુષો પોતે પીડાને સહન કરે છે. જે ઉપકાર કરે છે તે કુલરૂમી કસોટીનો પત્થર જાણવો. ૨૦૭૦.
૬. એ પ્રમાણે વિચારીને કૃત્રિમ આદરવાળા તેણે માયા વડે તેની (મદનસિંહની) પ્રતિ કહ્યું, મારા વડે તારા પિતાની પાસેથી લેણું બાકી છે તે તું સમર્પણ કર. ૨૦૭૧.
ઉપદેશ સપ્તતિ ૨૬૪