________________
૩૬. તું શી રીતે જાણે છે ? એ પ્રમાણે રાજા વડે પૂછાયું. શ્રેષ્ઠીએ ફરીથી કહ્યું. મારા વડે બાલપણના અભ્યાસથી વસ્તુની પરીક્ષા શિખાયેલી છે. ૨૦૬૦.
૩૭. એ પ્રમાણે ખરેખર ધર્મના વિષયમાં સજ્જનોની પરીક્ષા યોગ્ય છે. બાહ્ય વસ્તુની પરીક્ષામાં મારું મન આનંદ પામતું નથી. ૨૦૬૧.
૩૮. એ પ્રમાણે તે ઉક્તિથી ખુશ થયેલ તે રાજાએ તે સપાદલક્ષીય રાજા ૫૨ ઘણી કૃપા કરી. ૨૦૬૨.
૩૯. એ પ્રમાણે પાંચ વેળા ધર્મને આરાધતો (ત્રણ કાળ પૂજા અને બે સમય પ્રતિક્રમણ કરતો) અને જીવનપર્યંત સત્યભાષાને બોલતા શ્રી જગતસિંહ નામના શ્રેષ્ઠીએ ઘણા કાળ પર્યંત જૈન શાસનને જાગૃત કર્યું. ૨૦૬૩.
।। એ પ્રમાણે શ્રી ઉપદેશસપ્તતિકાના પાંચમા અધિકારમાં છઠ્ઠો ઉપદેશ છે. ।।
ઉપદેશ સપ્તતિ ૨૬૩