________________
૨૭. એ પ્રમાણે કહીને તેણે ફરીથી દાન આપીને તેને વિસર્જન કર્યો. શું સજ્જન પુરુષો ઔચિત્યનું પાલન કરવામાં ક્યારેય મૂંઝાય ? ૨૦૫૧.
૨૮. એક વખત સપાદલક્ષ રાજા સેવાને માટે આવ્યો. સુરત્રાણ રાજાની આગળ એણે બે વસ્તુ મૂકી. ૨૦૫ર.
૨૯. ચંદનનો ટુકડો અને નિર્મલ એવું મુક્તાફલ દ્વન્દ્ર. તે અલ્પને જોઈને રાજા ક્ષણમાત્રમાં ગુસ્સે પામેલ જેવો થયો. ૨૦૫૩.
૩૦. સર્વે સભાજનો જુએ છે પરંતુ કોઈ પણ પરીક્ષા કરી શકતા નથી. સપાદલક્ષીય રાજાએ પણ વિચાર્યું. અહો ! આ લોકો મૂર્ખ છે. ૨૦૫૪.
૩૧. હવે જગતસિંહે કહ્યું. આ બન્ને અમૂલ્ય (કમતી) છે. પહેલા ચંદનના આ ટુકડાનો મહિમા કહેવાય છે. ૨૦૫૫.
. ૩૨. અગ્નિમાં તપાવેલ ચંદન સો મણ પ્રમાણ થાય છે. આ ટુકડાની મધ્યમાં રહેલ તેલ હિમના કણની ઉપમાવાળું છે. ૨૦૫૯.
૩૩. વળી છ માસથી તાવ વડે પીડાતો પ્રાણી પણ આ ચંદનના ટુકડાને ઘસીને પીને રોંગરહિત થાય. ૨૦૫૭.
૩૪. હે દેવ ! મુક્તાફલ દ્વન્દ્રના પણ કુતૂહલને સાંભળો. બંનેમાંથી એકને વેચીને બીજાને ગાંઠમાં બંધાય. ૨૦૫૮.
૩૫. સંધ્યાકાળે તે અવશ્ય ઉત્સુક મિત્રની જેમ મળે છે. એ પ્રમાણે સાંભળીને વિસ્મય પામેલ રાજાએ તે બંનેની પરીક્ષા કરી. ૨૦૫૯.
ઉપદેશ સપ્તતિ ર૬રે