________________
૧૮. ત્યાર બાદ શ્રેષ્ઠીએ તેના સેવકને એકાંતમાં સુવર્ણ ટંક આપીને પોતાના ધર્મનો (પૂજા અને ક્રિયા વગેરે) સમય સાધ્યો. ૨૦૪૨.
૧૯. જે કારણથી ભવની વૃદ્ધિ કરનાર લક્ષ્મી દરેક ભવમાં પ્રાપ્ત કરાય છે. પરંતુ જેમ સંસાર નાશ પામે તેવી ધર્મસામગ્રી પ્રાપ્ત થતી નથી. ૨૦૪૩.
૨૦. એ પ્રમાણે એકવીસ દિવસ પર્યત તેટલા (એક-એક) ટંક આપવાથી લોકોત્તર ધર્મને વિષે આદરવાળા એણે પોતાના કાર્યો કર્યા. ૨૦૪૪.
૨૧. હવે પ્રસન્ન થયેલ રાજાએ તેને પોતાના અંગના આભૂષણો વડે અને પાંચ વર્ણના રેશમી વસ્ત્રો વડે પાંચ વાર પહેરામણી કરી. ૨૦૪પ.
૨૨. ત્યાર બાદ ઘણા વાજિંત્રોના સમૂહ વડે અને ઘણા લોકોની સાથે અર્થીજનોને વિષે દાનને આપતો શ્રેષ્ઠી પોતાના ઘરે આવ્યો. ૨૦૪૬.
૨૩. અનુક્રમે એકાંત સ્થાન થયે છતે તે સેવકે પણ રાજાના ડરથી સુવર્ણટંકને ગ્રહણ કરો એ પ્રમાણે અર્પણ કરવા માટે પ્રારંભ કર્યું. ૨૦૪૭.
૨૪. શ્રેષ્ઠીએ પણ તેને કહ્યું, હે ભદ્ર ! મારા વડે આ તને સમર્પિત કરાયા છે. તેથી ઈચ્છા મુજબ તું આને (ટંકને) આપ, ભોગવ અને સુખી થા. ર૦૪૮.
રપ. જે તારી કૃપાથી મારા વડે ધર્માનુષ્ઠાન કરાયું. ધર્મ સંબંધી એક પણ ક્ષણ કરોડ વડે પણ દુર્લભ હોય છે. ૨૦૪૯.
૨૯. તેઓમાં (ધર્મની ક્ષણોમાં) પાંચ વેલા મારા વડે એકેકે ટંક વડે કૃતાર્થ કરાઈ. તેથી તને અધિક દ્રવ્ય આપવું જોઈએ, ગ્રહણ શી રીતે કરાય ? (અર્થાત્ પાછું ન લેવાય.) ૨૦૫૦.
ઉપદેશ સપ્તતિ ૨૬૧