________________
૯. ત્યારપછી સંતુષ્ટ થયેલ રાજા વડે સોળ લાખ અર્પણ કરવાથી શ્રેષ્ઠી કોટી ધ્વજવાળો કરાયો. અહો ! સત્યનું કુલ કેટલું ? ૨૦૩૩.
૧૦. એક વખત રાજાએ તેને (શ્રેષ્ઠીને) સૂર્ય સમાન રત્નને પોતાના ભંડારમાંથી લાવીને દેખાડ્યું અને તેની પ્રતિ કહ્યું. ૨૦૩૪.
૧૧. પૃથ્વી ઉપર આવું બીજું રત્ન વિદ્યમાન છે ? તેણે પણ કહ્યું. પૃથ્વીની મધ્યમાં શું છે રાજા હોય ? (અર્થાત્ આપ બીજું રત્ન છો.) ૨૦૩પ.
૧૨. તેના વચનથી ખુશ થયેલ રાજાએ તેને રાખવા માટે ઉત્તમ રત્ન અર્પણ કર્યુ. જેથી તે બંનેની અસ્થિર પ્રીતિ નાશ ન પામે (સ્થિર બને). ૨૦૩૯.
૧૩. એ પ્રમાણે પ્રીતિપૂર્વક તે બંનેનો કેટલોક કાળ ગયે છતે હવે એક વખત રાજા તેની પ્રત્યે કોઈ પણ કારણથી ગુસ્સે થયો. ૨૦૩૭. . : : :
૧૪. મહાન પુરુષોને જ સંપત્તિ હોય છે અને આપત્તિ પણ તેઓને જ હોય છે. ચંદ્રમા અને રાહુના દષ્ટાંતથી નીચ પુરુષો તેવા પ્રકારના હોય છે. ૨૦૩f.
૧૫. મસ્તકને પુષ્પનું આભરણ ચઢે છે અને મુંડન કરાય છે. જ્યારે આંખના ભવાના વાળનો ચય કે અપચય (મંડન કે મુંડન), થતા નથી. ૨૦૩૯.
૧૬. ત્યાર પછી રાજાએ શ્રેષ્ઠીને કારાગૃહમાં રાખ્યો અને તેની રક્ષાને માટે પોતાના સેવકને જોડ્યો. ૨૦૪૦.
૧૭. ત્યારે રાજાએ કારાગારમાં સ્થાપન કરેલ હોવાથી શ્રેષ્ઠીને પાંચ વેળા ધર્મનો વ્યતિક્રમ (ત્રણ કાળ પૂજા અને બે સમય પ્રતિક્રમણ) દુઃખને કરનારો થયો. ૨૦૪૧.
ઉપદેશ સતતિ ૨૬૦