________________
“ ઉપદેશ–૬**
૧. ત્રણે કાળ પૂજા, આવશ્યક યુગ્મ (બે ટાઈમ પ્રતિક્રમણ) જે સારા મુહૂર્તની જેમ હંમેશાં પાંચ વખત નિશ્ચયે કરે એવો તે શ્રેષ્ઠ પ્રાણી પંડિતજનો વડે જગતસિંહની જેમ વખાણવા લાયક છે. ૨૦૨૪.
૧. યોગિનીપુર નગરમાં શ્રીપીરોજ રાજાની સભામાં શૃંગારના કારણભૂત જગતસિંહ એ પ્રમાણે શ્રેષ્ઠી થયો. ૨૦૨૫.
૨. સંપૂર્ણ નગરમાં સત્યવાદીઓમાં તે એક પ્રખ્યાત હતો. ખરેખર પ્રાયઃ અસત્યવાદી વડે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરાતી નથી. ૨૦૨૬.
૩. કદાચ અગ્નિમાં શીતપણું, પવનમાં સ્થિરપણું થાય તો પણ સત્યવાદીઓમાં ક્યારેય અસત્યવાદિતા જોવાતી નથી. ૨૦૨૭.
૪. એ પ્રમાણે તેની પ્રખ્યાતિને સાંભળીને પરીક્ષાને માટે કરેલ આદરવાળા રાજાએ એકાંતમાં તેના રહસ્યને જાણનારા દુર્જનોને પૂછ્યું. ૨૦૨૮.
પં. અરે ! અરે ! કહો. આ શ્રેષ્ઠીની પાસે કેટલું ધન છે ? દ્રોહ કરવામાં તત્પર એવા તેઓએ (દુર્જનોએ) પણ સીત્તેર લાખ છે એમ કહ્યું. ૨૦૨૯.
૬. કેટલાક દિવસ પછી રાજાએ તેને (જગતસિંહ શ્રેષ્ઠીને) પૂછ્યું. તારી પાસે કેટલું ધન વિદ્યમાન છે ? તેણે પણ કહ્યું. વિચારીને કહીશ. ૨૦૩૦.
૭. બીજે દિવસે ઘરના ઉપકરણોની ગણત્રી કરીને કહ્યું. હે રાજન્ ! મારે ધનની સંખ્યા ચોરાશી લાખ છે. ૨૦૩૧.
૮. આ પહેલા કહેલી સંખ્યાથી અધિક સંખ્યા કહેવા વડે સત્ય જ છે પ્રાયઃ કરીને પોતાના દ્રવ્યની સંખ્યામાં સત્યને કહેનાર થોડા હોય. ૨૦૩૨..
ઉપદેશ સપ્તતિ ૨૫૯