________________
૧૫. સુવર્ણના વલયના સમૂહ વડે (સુવર્ણની બંગડીઓ વડે) શોભતી ભુજારૂપી લતાવાળી બંધુમતીએ પણ પોતાના પતિને જોવા માટે સાથે પ્રસ્થાન કર્યુ. ૨૦૦૨.
૧૯: ત્યારે શ્રેષ્ઠીની પાછળ જનારી તેણીના બંને હાથને કોઈક સુબ્ધ ચોરે કાપ્યા. પહેલા કરાયેલું કર્મ અન્યથા થતું નથી. ૨૦૦૩.
૧૭. ત્યાં કોલાહલ થયે છતે તલવારવાળા સૈનિકો આવ્યા. સ્વરૂપને જાણનારા તેઓ ચોરના પગલાઓ વડે જ દોડ્યા. ૨૦૦૪.
૧૮. પછી શ્રેષ્ઠી ઘરે જમાઈ ઉતર્યો છે ત્યાં) ગયો. કેવું કર્મ ? કેવું કર્મ ? એ પ્રમાણે બોલતા ઘણા લોકો મળ્યા અને શોકપૂર્વક કથાને કરી. ૨૦૦૫.
૧૯. અહીં નજીક આવેલા (સૈનિકો) ને જોઈને વિÓલ થયેલ ચોર પણ તે દેવકુલમાં આવ્યો. જ્યાં તે (જમાઈ) પહેલા સુતેલો છે. ૨૦૦૬.
૨૦. ચોરી કરેલ ધનને તેની પાસે મૂકીને કાગડો નાશી જાય તેમ તે ચોર) નાશી ગયો. તે ચોરાયેલી વસ્તુઓને જોવાથી આ જ ચોર છે એ પ્રમાણે સૈનિકો વડે જણાયું. ૨૦૦૭.
૨૧. તેઓ વડે (સૈનિકો વડે) વિલંબ કર્યા વિના અને વિચાર કર્યા વિના શૂળી પર ચઢાવાયેલ આ પ્રમાણે વિડંબના પમાયો. કર્મ વડે કયા પ્રાણીઓ નથી પીડાતા? ૨૦૦૮.
૨૨. હવે શ્રેષ્ઠી પુત્રીના શોકને કરીને તેની (જમાઈની) પાસે કેટલામાં આવ્યો તેટલામાં આ (જમાઈ) તૃણની જેમ પ્રાણો વડે ત્યાગ કરાયો. ૨૦૦૯.
૨૩. તેવા પ્રકારની અવસ્થાવાળા તેને જોઈને દુઃખિત એવા તેણે (શ્રેષ્ઠીએ) તેઓને કહ્યું. અરે ! અરે ! તમારા વડે શું કરાયું ? મારો જમાઈ જ હણાયો. ૨૦૧૦.
ઉપદેશ સપ્તતિ ર૫૬