________________
૧૮. હે વિભો ! હું શું કરું ? એ લોકોથી ધર્મને કરવા માટે હું સમર્થ નથી. હવે શ્રી સિદ્ધાંતને જોઈને વિચારીને તેઓએ પણ તેણીને એ પ્રમાણે કહ્યું. ૧૯૬પ.
૧૯. હે ભદ્રે પાંચ તીર્થોને પ્રણામ કરવાથી અને પાંચ સાધુઓને વહોરાવવાથી જેવા પ્રકારનું પુણ્ય પ્રાપ્ત કરાય છે તેવા પ્રકારનું પુણ્ય - ૧૯૬૭.
૨૦. ચહ્યા ઉપર છિદ્ર રહિત પહોળું વસ્ત્ર બાંધવાથી પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે સાંભળીને ઘરે ગયેલી તેણી તે પ્રમાણે જ કરતી હતી. ૧૯૬૭.
૨૧. હવે આ ચંદરવાને જોઈને સસરાએ વહૂને કહ્યું. તે પાપી ! પોતાના કુલના નાશ માટે આ શું કામણ કર્યું? ૧૯૬૮.
૨૨. તેણીએ કહ્યું. ખરેખર જીવોની રક્ષા માટે આ ઉદ્યમ છે. તેણીના વચનને નહીં માનતા એવા પતિ વડે તે ચંદરવો બળાયો. ૧૯૧૯.
૨૩. ફરીથી તેણી વડે આ ચંદરવો બંધાયો. તેના વડે તે પ્રમાણે જ તે ચંદરવો બિળાયો. એ પ્રમાણે સાત વાર તેણી વડે બંધાયો અને દુષ્ટાત્મા વડે બળાયો. ૧૯૭૦. * ૨૪. ક્રોધી સસરાએ કહ્યું. અરે તું પોતાના પિતાના ઘરે જા. તેણીએ પણ કહ્યું. હું કુટુંબ સહિત તમારા ઘરમાં આવી છે. ૧૯૭૧:
૨૫. ખરેખર હું તે પ્રમાણે જ મોકલાઉં. અન્યથા હું કેમ જાઉં? તે સર્વે પણ તેણીને મોકલવા માટે તૈયાર થયા. ૧૯૭૨.
- ૨૬. માર્ગમાં પોતાના એક સંબંધી વડે ભોજનને માટે તેઓ નિમંત્રિત કરાયા. વહૂ વડે રાત્રિમાં ભોજન નહીં કરવાથી સસરા વગેરેએ ભોજન ન કર્યું. ૧૯૭૩.
ઉપદેશ સપ્તતિ ૨૫૧