________________
૯. પોતાના રાજ્યની જેમ સામ્રાજ્યનું પાલન કરતા દેવરાજે પણ એક વખત ત્યાં પધારેલ પુહિલાચાર્યને વંદન કર્યું. ૧૯૫ક.
૧૦. અને પૂછ્યું. હે પ્રભો ! ક્યા કારણથી મારે સાત વર્ષ પર્યત વ્યાધિ થઈ અને આના હાથના સ્પર્શમાત્રથી જ આ શી રીતે દૂર થઈ ? ૧૯૫૭.
૧૧. શ્રી ગુરુ ભગવંતે કહ્યું. હે રાજન ! પૂર્વભવમાં દેવદત્ત એ પ્રમાણે પ્રખ્યાત શ્રેષ્ઠિ પુંગવ હતો તેને ચાર પુત્રો હતા. ૧૯૫૮.
૧૨. તેઓ) ગોપા-દેપા-સિવા-શૂરા નામવાળા મિથ્યાત્વથી વાસિત હતા. તેઓમાંના કપટથી શ્રાવક બનેલા ચોથા એવા તારા વડે. ૧૯૫૯.
૧૩. જે મૃગસુંદરી નામે શ્રાવકની પુત્રી હતી તે પરણાઈ. બાલ્યકાળથી પણ તેને આ અભિગ્રહ હતો. ૧૯૬૦.
૧૪. જિનેશ્વર પરમાત્માને પૂજીને અને સંતોને વહોરાવીને એક વાર ભોજન કરવું અને રાત્રિમાં ક્યારેય ભોજન ન કરવું. ૧૯૬૧.
આ ઉ૫. એક વખત ક્રોધ વડે તેઓએ મળીને તે નવોઢાને એ પ્રમાણે કહ્યું. અરે ! પાખંડને છોડીને ઘરના આચારને આચર. ૧૯૬ર.
. ૧૭. તારે જિનેશ્વર પરમાત્માની પૂજા ન કરવી, વતીઓને દાન ન દેવું. રાત્રે ભોજન કરવું નહિતર અમારા ઘરમાંથી જા. ૧૯૬૩.
૧૭. મનથી ક્યારેય પણ આને (અધર્મને) નહીં ઈચ્છતી પરમ શ્રાવિકા, થયા છે ત્રણ ઉપવાસ જેણે એવી તેણીએ શ્રીમદ્ ગુરુ ભગવંતને એ પ્રમાણે કહ્યું. ૧૯૬૪..
ઉપદેશ સપ્તતિ ૨પ૦