________________
૨૭. હે શ્રેષ્ઠિરાજ ! આને છોડી દો, વિલંબ સહન થતો નથી. વિગેરે બ્રાહ્મણ લોકોએ ઘણું કહેતે છતે ત્યારે તેણે કહ્યું. ૧૯૪૦.
૭. હે લોકો ! દેવતાઓ અમૃતભોજી હોય છે. અભક્ષ્યનું ભોજન કરતા નથી. તેઓને આ જીવહિંસાનું કરવું તે ક્રીડામાત્ર જ છે. ૧૯૪૧.
૨૮. એ પ્રમાણે કહીને તેણે બ્રાહ્મણ લોકોના કદાગ્રહથી યમના મુખની જેમ પાડાથી મને છોડાવ્યો. ૧૯૪૨.
૨૯. ત્યારબાદ ઉત્તમ બ્રાહ્મણો વડે મારી મૂર્તિ શોભાવાઈ. એ પ્રમાણે આ દુષ્ટ આત્માવડે મારો સર્વ મહિમા નાશ કરાયો. ૧૯૪૩.
૩૦. તેથી અસમાધિ ન કર, મૌનને જ આચર, નિષ્ઠુર, નિર્દય પુરુષોને વિષે દેવો પણ હણાયેલા બલવાળા હોય છે. ૧૯૪૪.
૩૧. દેવી પોતાનાં સ્થાને ગઈ. તે સીહડ વ્યંતર પણ તે કુટુંબનો ત્યાગ કરીને પોતાની ઈચ્છા વડે બીજે ઠેકાણે આનંદ પામ્યો. ૧૯૪૫.
૩૨. એ પ્રમાણે લાંબા કાળ સુધી સમ્યકત્વનું પાલન કરતો, સરલ પરિણામ વાળાં પ્રાણીઓના સમૂહને બોધ પમાડતો અનુક્રમે અરિહંત પરમાત્માના શાસનની પ્રભાવના કરતો આલોક અને પરલોકમાં અદ્ભુત સુખનો ભાગી થયો. ૧૯૪૬.
॥ એ પ્રમાણે શ્રી ઉપદેશ સપ્તતિકાના પાંચમા અધિકારમાં ત્રીજો ઉપદેશ છે. II
ઉપદેશ સપ્તતિ ૨૪૮