________________
૧૭. મારા વડે પોતાની શક્તિથી આખા સમુદ્રને ડોલાવીને તે (વાહનો) લવાયા. સર્વ લોકોના મનમાં પણ હર્ષ થયો. ૧૯૩૧.
૧૮. તે વાહનોમાંથી આવેલી વસ્તુઓની લેવડદેવડને કરતા જે ઘણો લાભ થયો. તે ખરેખર મારો જ પ્રભાવ હતો. ૧૯૩ર.
૧૯. તે અવસરે ભાઈએ પણ શ્રેષ્ઠીની આગળ પોતાની માન્યતાને કહી. આ ધૂર્ત (શ્રેષ્ઠીએ) તેને (ભાઈને) કહ્યું. હું તારી માન્યતાને કરીશ. ૧૯૩૩.
૨૦. એક તરૂણ (જુવાન) પાડાને મારા મંદિરમાં લાવીને કહ્યું. તે યક્ષ! ભાઈ વડે જે તમારી માન્યતા કરેલી છે (ત) આભક્ષ્યને ગ્રહણ કરો. ૧૯૩૪.
૨૧. એ પ્રમાણે કહીને દુષ્ટ આશયવાળા તેણે (શ્રેષ્ઠીએ) તેના (પાડાના) ગળામાં રહેલા દોરડાને નિબિડ (મજબૂત) ગાંઠ આપવાપૂર્વક (દવાપૂર્વક) મારા ગળામાં બાંધી. ૧૯૩૫.
૨૨.ભક્તિના બહાનાથી અનેક પ્રકારે પૂજા વગેરેના વિસ્તારને મારી આગળ કર્યું. તેમ જ મારી આગળ ભરી વિગેરે વાજિંત્રો વગાડ્યા. ૧૯૩૯.
૨૩. તેના વાજિંત્રના અવાજના શ્રવણથી ત્રાસ પામેલ પાડાએ મારી એ પ્રમાણે કદર્થના કરી કે જેમ મારા સર્વે અંગો ઘાની સંતતિવાળા થયા. ૧૯૩૭.
૨૪. એક તરફ પાપી એવો પાડો મને માટીના ઢેફાની જેમ ખેંચે છે. બીજી તરફ કુતૂહલી લોકોએ તાળી મારી આપી) અને હસ્યા. ૧૯૩૮.
૨૫. એટલામાં (આની વચ્ચે) હાહાકાર કરવા (શોર મચાવતા) વાચાલ એવા સેંકડો બ્રાહ્મણો દોડ્યા. અમારા આ દેવને કોનાથી વિડમ્બના કરાય છે ? ૧૯૩૯.
ઉપદેશસપ્તતિ ૨૪૭