________________
૮. અનુક્રમે પુત્ર થયે છતે સ્વામીને દેવીની પાસે કરેલ યાચનાને તેણી વડે કહેવાઈ. પત્નીના કદાગ્રહથી તેણે પણ તે વચનને માન્યું. ૧૯૨૨.
૯. શ્રેષ્ઠીએ ત્રણ લાખથી નિષ્પન્ન (ત્રણ લાખ દ્રવ્યથી બનાવેલ) રત્નજડિત સુવર્ણના ત્રણ પુષ્પોને કરાવીને નગરવાસીઓ સહિત અને કુટુંબ સહિત - ૧૯૨૩.
૧૦. દેવીના મંદિરમાં આવીને (એક પુષ્પ) તે દેવીના ભાલમાં અને (બે પુષ્પો બે ભુજાને વિષે (એમ) ત્રણ પુષ્પને સ્થાપન કરવાથી વિસ્તારપૂર્વક અપૂર્વ પૂજાને કરી. ૧૯૨૪.
૧૧. પોતાના પત્નીના અને પુત્રના આ શેષને (પ્રસાદીને) માટે ત્રણ પુષ્યને આપીને ગ્રહણ કરીને અડગ શ્રદ્ધાવાળો (શ્રેષ્ઠી) પોતાના ઘરે આવ્યો. ૧૯૨૫.
૧૨. તેના લુચ્ચાઈવાળા ચરિત્રને જોઈને વિલખી થયેલી વ્યંતરી દેવીએ એકાંતવાસમાં પોતાના મિત્ર સીહડને પોતાનું દુઃખ કહ્યું. ૧૯૨૬.
૧૩. હું શું કરું? ઠગ એવા આ વાણીયા વડે યુક્તિપૂર્વક પુષ્પોની પૂજા વડે અને તેને (પુષ્પોને) ગ્રહણ કરવા વડે હું ઠગાઈ. ૧૯૨૭.
૧૪. સીહડે પણ દુઃખી એવી તેને કહ્યું. તે ફોગટ છૂટી ગઈ. બંધનમુક્ત) થઈ. હે મૂર્ખ ! જે પ્રમાણે આના વડે (શ્રેષ્ઠી વડે) કદર્થના પામેલ મારા ચરિત્રને સાંભળ. ૧૯૨૮.
૧૫. પહેલા આના વાહણો નાશ પ્રાયઃ જણાતા હતા. તેઓની ઘણી શોધ કરવા છતાં પણ કોઈ શુદ્ધિ ન થઈ. ૧૯૨૯.
૧૩. ત્યાર પછી ગુપ્ત રીતે આના (શ્રેષ્ઠીના) ભાઈએ વાહનોનું કુશલપૂર્વક આગમન થાય એવી ઈચ્છા વડે મારી પાસે મોટા પાડાની માન્યતા કરી. ૧૯૩૦.
ઉપદેશ સપ્તતિ ૨૪૬