________________
૧૭. ત્રીજો પુત્ર કપૂર, અગરુ, કંકુ, કસ્તૂરી, સિલ્ડક (સલ્લી) વગેરે ધૂપની સંપૂર્ણ સામગ્રીને પ્રીતિથી બનાવે છે. ૧૪૨.
'* ૧૮. જેનો ક્યારેય પણ નાશ નહીં થાય એવા અક્ષત સુખને પામવાની ઈચ્છાવાળો ચોથો પુત્ર ઉજ્જવલ કાન્તિવાળા (તારા) ચોખા - ઘઉં વગેરે દેવને (પરમાત્માને) અર્પણ કરે છે. ૧૪૩.
૧૯. પાંચમો પુત્ર ચંપા, અશોક, ગુંજારવ કરતાં ભમરાઓવાળા સો પાંદડાવાળા કમળ વગેરે પુખોના સમૂહ વડે (પરમાત્માની) પૂજા કરે. ૧૪૪.
- ૨૦. છઠ્ઠો ભાઈ પોતાના આત્મામાં ફેલાયેલ અજ્ઞાનના સમૂહના વિસ્તારને દૂર કરવા માટે ઘી વડે પરિપૂર્ણ દીપક (પૂજાને) કરે છે. ૧૪૫.
૨૧. વળી સાતમો (પુત્ર) અનેક જાતિના ઉત્તમ મિષ્ટાન્ન ખીર વગેરેને અર્પણ કરવા વડે નિત્ય પોતાના આત્માને કૃતાર્થ કરે છે. ૧૪૩.
૨૨. આઠમો (પુત્ર) બીજોરુ, દાડમ, સોપારીપૂર્વક નાળિયેરના ફળ વગેરેથી યુક્ત ફૂલની શ્રેણીને પરમાત્માની સમક્ષ ધરે છે. ૧૪૭.
૨૩. એ પ્રમાણે એક એક પ્રકારની પૂજા વડે મધ્યાહ્ન કાલની આઠ પ્રકારની પૂજાને કરતા આ પુત્રોએ (ભાઈઓએ) સ્વ-પરનું સમ્યકત્વ દ્રઢ કર્યું. ૧૪૮.
- ૨૪. હંમેશાં આ અભિગ્રહના આચરતા એવા તેઓના પચીસ લાખ પૂર્વે વ્યતીત થયા. ૧૪૯.
૨૫. અંતે એક માસનું અનશન સ્વીકારી આયુષ્યને પૂર્ણ કરી હવે તમે મહાશુક્ર દેવલોકમાં દેવો થયા. ૧૫૦.
ઉપદેશ સપ્તતિ ૨૧