________________
“ઉપદેશ-૩”
૧. જેની ધર્મને વિષે દૃઢતા છે તેઓને વિષે વ્યંતર વગેરે પણ પરાભવ પમાડતા નથી. શું પોતાની શુદ્ધ બુદ્ધિ દ્વારા શ્રેષ્ઠ વેપારી વડે દેવ અને દેવી ન ઠગાયા ? ૧૯૧૩.
૧. દેવપુર નગરમાં ઉત્તમ કુલવાળો, જિનેશ્વર પરમાત્માના ધર્મમાં દૃઢ શ્રદ્ધાવાળો, કરોડની ધ્વજાવાળો (જેની પાસે એક કરોડ રૂપિયા હોય તે) દેવતાઓ વડે પણ ક્ષોભ પમાડવા માટે અસમર્થ એવો કુલાનંદ નામે શ્રેષ્ઠી હતો. ૧૯૧૪.
૨. પુત્રના અભાવથી કંઈક ચિંતાવાળા તેને (કુલાનંદ શ્રેષ્ઠિને) લોકોએ કહ્યું. સત્ય ખાતરીવાળી નગરની અધિષ્ઠાયિકા દેવી વર્તે છે. ૧૯૧૫.
૩. તેની (દેવી) પાસે શું ન મંગાય ? ધણા ધન વડે કરીને શું મનાય ? વિગેરે લોકો વડે કહેવાયેલા શ્રેષ્ઠિઐ પણ તેઓની પ્રતિ કહ્યું. ૧૯૧૬.
૪. અરે મૂર્ખા ! જો એક વાર યક્ષ વિગેરેની ભક્તિ કરાય તો ફરી ફરીને તેની ઈચ્છામાં તેઓને આત્માનું સુખ શું ? ૧૯૧૭.
જે કારણથી
૧. વેશ્યા, ભાટચારણ, માહણ, ડુંબ, યક્ષ અને રાક્ષસને એમના ભક્તો એમના ભક્ષણનું સ્થાન થાય છે અને વિરકત આત્માઓ તેમનાથી દૂર જાય છે. ૧૯૧૮.
૫. વગેરે તત્ત્વની વાર્તા વડે પોતાનું મન દ્દઢ કરતો ઘણા લોકો વડે કહેવાયે છતે પણ સમ્યક્ત્વમાં નિશ્ચલ થયો. ૧૯૧૯.
૬. વળી પત્ની સરલ સ્વભાવવાળી હોવાથી તે (બીજા) લોકોએ કહેલ (વચન) સાંભળીને દેવીના ભવનમાં આવીને તેણે ભક્તિથી એ પ્રમાણે વચન કહ્યું. ૧૯૨૦.
૭. હે માતા ! તારી કૃપાથી જો મારે પુત્ર થશે તો હું તારી ત્રણ લાખ વાળી પૂજા કરીશ. ૧૯૨૧.
ઉપદેશ સતતિ ૨૪૫