________________
૨૪. અહો ! મહાત્મા કબૂતર વડે પોતાનું માંસ આપવા વડે દૂર એવા મને પણ પ્રતિબોધ કરાયો. ૧૯૦૬.
૨૫. કરૂણા રહિતમાં હું મુગટ સમાન છું અને દયાળુઓમાં આ મુગટ સમાન છે. એ પ્રમાણે વિચારીને પાપના ઘર સમાન પાંજરાને એણે ભાંગ્યું. ૧૯૦૭.
૨૯. તે બિચારી કબૂતરીને મુક્ત કરીને એણે પોતાના ઘરે જઈને કુટુંબનો ત્યાગ કરીને તાપસ વ્રતને ગ્રહણ કર્યું. ૧૯૦૮.
૨૭. એક વખત દાવાનલથી પણ તીવ્ર તપને તપતા નિર્ભય થઈને પ્રતિમામાં રહેલ આ (તાપસ) તેનાથી બળેલ મૃત્યુ પામ્યો. ૧૯૦૯.
૨૮. તે ભવમાં કબૂતરના વિયોગ વડે વૈરાગ્યપામેલી દયા ધર્મમાં રક્ત એવી તે કબૂતરી અમુક કાળે યમરાજાના ઘરમાં ગઈ. (મરણ પામી.) ૧૯૧૦.
. ૨૯. એ પ્રમાણે દયા ધર્મમાં પરાયણ એવા તે ત્રણ જીવો પણ દેવલોકમાં દેવ થયા, અહો ! દયાના ફળને જુઓ. ૧૯૧૧.
- ૩૦. એ પ્રમાણે પુરાણમાં કહેલ આ સંબંધ મારા વડે લખાયો. તેથી સર્વ • લોકોએ સર્વ પ્રાણીઓને વિષે દયા (અનકમ્પા) ધારણ કરવી જોઈએ. ૧૯૧૨.
All એ પ્રમાણે શ્રી ઉપદેશ સપ્તતિકાના પાંચમા અધિકારમાં બીજો ઉપદેશ છે.
ઉપદેશ સપ્તતિ ૨૪૪