________________
૧૫. જ્યાં ઠંડી વડે મૂચ્છ પામેલ તે શિકારી છે ત્યાં આવ્યો ત્યાર બાદ સૂકા પાંદડાઓમાં અગ્નિને સળગાવ્યો. ૧૮૯૭.
૧૯. અહીં વિશ્વાસ પામેલ શિકારીને એ પ્રમાણે કહ્યું. તું તારા અંગોને તપાવ. અહો ! પક્ષીઓની પણ ઉપકાર કરવાની બુદ્ધિ લોકોત્તર હોય છે. ૧૮૯૮.
૧૭. કબૂતરે કંઈક ઉત્પન્ન થયું છે ચૈતન્ય જેને એવા તે શિકારીને કહ્યું. મારે કાંઈ વૈભવ નથી કે જેનાથી હું તારી ભૂખને દૂર કરું. ૧૮૯૯.
૧૮. કેટલાક લોકો હજારો જીવોના પેટને ભરનાર હોય. કેટલાક લાખો જીવોના પેટને ભરનાર હોય: વળી પૂર્વે બાંધ્યું નથી પુણ્ય એવા શુદ્ર મારું પેટ પણ દુઃખે ભરી શકાય છે. ૧૯OO.
૧૯. જે એક પણ અતિથિને ભોજન આપવા માટે સમર્થ નથી. અનેક કષ્ટ રૂપી ઘરમાં વસતા તેને શું ફળ ? ૧૯૮૧.
. ૨૦. દુઃખપૂર્વક જીવિતવાળા આ શરીરને હું એ પ્રમાણે સાધીશ કે જેથી ફરીથી અર્થીનો સમાગમ થાય ત્યારે “મારી પાસે કાંઈ નથી” એ પ્રમાણે કહીશ નહિ. ૧૯૦૨.
* ૨૧. મારા સેકાયેલા માંસને તું ગ્રહણ કર એ પ્રમાણે કહીને એ કબૂતર ' અગ્નિમાં પડ્યો અને ક્ષણમાત્રમાં ભસ્મસાત્ થયો. ૧૯૦૩.
* ૨૨. ત્યારે આ શિકારીએ પણ વિચાર્યું કે આ કરૂણામાં તત્પર એવા આ કોઈ કબૂતરે પોતાની કાયાને મારા માટે અગ્નિસાત્ કરી. ૧૯૦૪.
(૨૩. જે માણસ પાપને કરે છે તેને નિશ્ચયે પોતાનો આત્મા પ્રિય નથી. ખરેખર - આત્મા વડે કરેલ પાપ આત્માવડે જ ભોગવાય છે. ૧૯૦૫.
ઉપદેશ સપ્તતિ ૨૪૩