________________
૬. ચણને ચણતી (પોતાના પ્રાણોની વૃત્તિને કરતી) કબૂતરી તે પાપી વડે બાંધીને પાંજરામાં ફેંકાઈ. પાપીઓને કયું અકાર્ય ન હોય ? ૧૮૮૮.
૭. અહીં હિમથી યુક્ત, પવન સહિત જલની વૃષ્ટિ વડે ધ્રૂજતા શરીરવાળા શિકારીએ સંધ્યાકાળે તે વૃક્ષનો આશ્રય કર્યો. ૧૮૮૯.
૮. અસહ્ય અને ઘણી ઠંડી વડે ધ્રૂજતા શરીરવાળો તે શિકારી અનુક્રમે અત્યંત મૂર્છા પામ્યો. અહો ! પાપનું ફલ મોટું (મહાન) હોય છે. ૧૮૯૦,
૯. ત્યારે વૃક્ષના કોટરમાં રહેલ પાંજરાની અંદર રહેલી કબૂતરીએ પોતાના પ્રિય કબૂતરને કહ્યું “તમે મારું એક વચન સાંભળો.” ૧૮૯૧.
૧૦. ઠંડી વડે પીડાતો અને ભૂખ વડે પીડાતો તમારા આવાસનો આશ્રય કરેલ આ શિકારી સૂતો છે. તેનું હિત કર. ૧૮૯૨.
૧૧. મારી પ્રિયા આના વડે બંધાયેલી છે એ પ્રમાણે તું આની પ્રત્યે રોષ ન કર. પૂર્વે મેં કરેલા કર્મોના મર્મો વડે હું બંધાઈ છું. ૧૮૯૩.
૧૨. પ્રાણીઓને દારિદ્ર, રોગ, દુઃખ, બંધન અને વ્યસન આ આત્માના અપરાધ રૂપી વૃક્ષના ફળો છે. ૧૮૯૪.
૧૩. તેથી. તું મારા બંધનથી ઉત્પન્ન થયેલ દ્વેષને છોડી દઈને ધર્મમાં મનને સ્થિર કરીને જીવાડ અને ભોજન કરાવ. ૧૮૯૫.
૧૪. ત્યાર બાદ અગ્નિના સ્થાને જઈને બળતા એવા લાકડા-ઘાસ વગેરેને પોતાની શક્તિના અનુમાનથી ચાંચ વડે ગ્રહણ કરીને તે જલ્દીથી -૧૮૯૬.
ઉપદેશ સપ્તતિ ૨૪૨