SearchBrowseAboutContactDonate
Page Preview
Page 490
Loading...
Download File
Download File
Page Text
________________ “ ઉપદેશ-૨૩ ૧. સામ્રાજ્ય, આરોગ્ય, અનેક પ્રકારની સંપત્તિઓ, સુંદર રૂપ, સારું દીર્ઘ આયુષ્ય, જીવોની દયા ઉત્તમ મનવાળા મનુષ્યોને દરેક ભવમાં હોય. અહીં વધારે શું કહેવાય ? ૧૮૮૦. ૨. જેનું પ્રધાનપણું અનેકજ્ઞાની ભગવંતો વડે વેદમાં, પુરાણમાં સ્મૃતિમાં વળી વિશેષ પ્રકારે શ્રેષ્ઠતમ એવા શ્રી જિનેશ્વર પરમાત્માના આગમમાં (શાસ્ત્રમાં) પ્રરૂપિત કરાયેલું છે, તે જીવદયાને કોણ કોણ માન્ય ન કરે ? ૧૮૮૧. ૩. ખરેખર સંભળાય છે કે દયાળુ ચિત્તવાળા કબૂતર વડે પોતાના ઘરમાં આવેલો શત્રુ પણ પોતાના માંસ વડે નિમંત્રિત કરાયો. ૧૮૮૨. ૧. જંગલમાં ક્યાંક સુંદર વૃક્ષને વિષે ઈચ્છા મુજબ પરસ્પર અનુરાગી કબૂતર દંપતિ નિવાસ કરે છે. ૧૮૮૩. ૨. એક વખત ત્યાં વનમાં કોઈક જ્ઞાની સાધુ પધાર્યા. તેમણે લાભને જાણીને :તે બંનેની સમક્ષ ધર્મદેશનાને કરી. ૧૮૮૪. ૩. તે મુનિ ભગવંતના વાક્યને સાંભળીને ત્યારે તે કબૂતર યુગલ અનુક્રમે વચ્ચે-વચ્ચે યથોચિત થોડો ધર્મ કરે છે. ૧૮૮૫. ૪. એક વખત ત્યાં (વનમાં) માહ મહિને યમરાજાની સમાન ક્રૂર, જાળ સહિત, હાથમાં પાંજરાવાળો કોઈક શિકારી આવ્યો. ૧૮૮૬. ૫. પાપી એવો તે દરેક સ્થાને પક્ષીઓના બંધનને કરતો આનંદ વડે જ્યાં કબૂતર યુગલ છે ત્યાં આવ્યો. ૧૮૮૭. ઉપદેશ સપ્તતિ ૨૪૧
SR No.005876
Book TitleUpdesh Saptati
Original Sutra AuthorN/A
AuthorPunyakirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy