________________
રક. પોતાની પૂર્વ અવસ્થાને સ્મરણ કરતા તેના વડે પગલે પગલે અન્નપાન વિગેરેથી તૈયાર કરેલી ભોજનશાળા શોભાવાઈ. ૧૮૭૦.
૨૭. ત્યારે રંકથી માંડીને રાજા પયંત લાખો લોકોને અને હજારો સાધુઓને પણ સંતોષ આપ્યો. ૧૮૭૧.
૨૮. તેણે જીવન પર્યત અખંડ દાન અને પુણ્ય કર્યા. અહીં આ ભવમાં આ સર્વ પ્રાણીઓનો આધાર થયો. ૧૮૭૨.
૨૯. જો આ બાળક ન થયો હોત તો દુષ્કાળ થાત. આ દુષ્કાળ બીજા દેશોમાં છે. કારણ કે જ્યાં થોડા વાદળા થયા છે. ૧૮૭૩.
૩૦. એ કારણથી નૈમિતિકે સત્ય કહ્યું છે. તું આનું અપમાન (અનાદર) ન કર. એ પ્રમાણે સાંભળીને વિસ્મય પામેલ રાજા આચાર્યને નમસ્કાર કરીને ઘરે ગયો. ૧૮૭૪..
૩૧. રાજાએ તે જ બાળકને બોલાવીને રાજા બનાવ્યો. શું સજ્જન પુરુષો ઔચિત્યનું પાલન કરવામાં ક્યારેય મુંઝાય ? ૧૮૭પ.
૩૨. જેના આધારે પ્રજા સુખ સમૃદ્ધિપૂર્વક રહે છે તે જ રાજા કહેવાય. જે . કારણથી સ્મૃતિ ગ્રંથનું વચન એ પ્રમાણે છે. ૧૮૭૬.
૩૩. રાજા વગેરે લોકો વડે ધર્મરાજા એ પ્રમાણે નામ અપાયું. તે બાળક પણ તેજ વડે નવા ઉગેલા સૂર્યની જેવો થયો. ૧૮૭૭.
' ૩૪. તે રાજાની આજ્ઞા જે દેશમાં હતી ત્યાં દુષ્કાળ ન હતો. અન્ય દેશોમાં ધાન્યોને વેચીને ધન એકઠું કરાયું. ૧૮૭૮.
૩૫. એ પ્રમાણે ધર્મ કરવામાં તત્પર એવા તેણે શ્રી જિનેશ્વર પરમાત્માના શાસનમાં લાંબા કાળ સુધી પ્રભાવના કરી. અંતે પ્રવજ્યા ગ્રહણ કરીને ઉત્કટ તપો વડે તે રાજાએ મોક્ષના સુખને પ્રાપ્ત કર્યું. ૧૮૭૯. છે એ પ્રમાણે શ્રી ઉપદેશ સપ્તતિકાના પાંચમા અધિકારમાં પ્રથમ ઉપદેશ છે. .
ઉપદેશ સપ્તતિ ૨૪૦