________________
૧૭. આનંદિત મનવાળા ખેડૂતો વડે ખેતી કરવા માટે આરંભ કરાયો. ધાર્મિક વ્યક્તિઓ વડે જેમ સુપાત્રમાં તેમ (ખેડૂતો વડે) ખેતરોમાં બીજ વવાયા. ૧૮૯૧.
૧૮. બીજા વર્ષોની (ધાન્યની) ઉત્પત્તિ કરતાં તે વર્ષે ધાન્યની ઉત્પત્તિ બે ગુણી ઈ. રાજા અને નગરના લોકો ઘણા ઋદ્ધિવાળા થયા. ૧૮૯૨.
૧૯. કાર્તિક માસ પૂર્ણ થયે છતે શીતઋતુમાં એક વખત કેવલજ્ઞાનને ધારણ કરનારા કોઈક આચાર્ય ભગવંત પધાર્યા. ૧૮૬૩.
૨૦. નૈમિત્તિક સહિત, નગરજનો સહિત રાજા તેમને વંદન ક૨વા માટે ગયો અને તેણે તેમને નૈમિતિકે કહેલું વચન ખોટું પડવાનું કારણ પૂછ્યું. ૧૮૬૪.
૨૧. આચાર્ય ભગવંતે કહ્યું હૈ રાજન્ ! અહીં જ તમારા નગરમાં ધનદત્ત નામે શ્રેષ્ઠી છે તેની ધનેશ્વરી નામે પત્ની છે. ૧૮૬૫.
૨૨. એક દિવસ તે બંનેને સર્વ સુખોને આપનાર પુત્ર ઉત્પન્ન થયો. જેના પ્રભાવથી તમારા જેવાના આનંદને માટે મેઘ વરસ્યો. ૧૮૬૬.
૨૩. ખરેખર આ પૂર્વભવમાં ભિક્ષા માગીને આજીવિકા ચલાવનાર કોઈ ગરીબ હતો. એક વખત કોઈક મુનિ ભગવંતને જોઈને હર્ષથી પૂર્ણ તેણે વંદન કર્યું. ૧૮૬૭.
૨૪. કેટલાક નિયમોને ગ્રહણ કર. એ પ્રમાણે મુનિ ભગવંતે તેને કહ્યું. બીજી રીતે પણ તારી પાસે તેવા પ્રકારની સંપત્તિ નથી. ૧૮૬૮.
૨૫. ત્યાર બાદ ગરીબ માણસે તેમની પાસે પરમાત્માને નમસ્કાર કરવા વિગેરે નિયમોને સ્વીકાર કર્યા. અનુક્રમે ભાગ્ય વડે તે પણ ઘણી ઋદ્ધિવાળો થયો. ૧૮૬૯.
ઉપદેશ સપ્તતિ ૨૩૯