________________
II પાંચમો ગૃહસ્થધર્માધિકાર ॥ “ ઉપદેશ-૧
99
• હવે પાંચ ગૃહસ્થધર્મનો અધિકાર શરૂ કરાય છે –
૧. શ્રી જિનેશ્વર પરમાત્માએ પ્રરૂપેલ ધર્મ એ જ સુખ રૂપી લક્ષ્મીનો અખંડ ભંડાર છે, અધર્મ પોતાને અને બીજાને ભવાંતરમાં પણ હિત કરનાર છે. અથવા શ્રી ધર્મરાજાના ચારિત્રને સમ્યક્ પ્રકારે સાંભળીને કોણ માણસ ધર્મ પ્રત્યે શિથિલ આદરને કરે ? ૧૮૪૪.
૧. અહીં ભરતક્ષેત્રમાં સર્વમંગલા નામે નગરી છે. ત્યાં ત્રાસ પમાડ્યો છે શત્રુઓને જેણે એવો ભદ્રશેખર નામે રાજા છે. ૧૮૪૫.
૨. એક વખત પરિવાર સહિત તે રાજા સભામાં બેઠો હતો ત્યારે ત્રણે કાલને જાણનાર એવો કોઈક નિમિત્તજ્ઞ ત્યાં આવ્યો. ૧૮૪૬.
૩. રાજાએ આપેલ યોગ્ય આસન પર તે બેઠો અને ઉંચો હાથ કરીને સર્વને આશીર્વાદ આપ્યા. ૧૮૪૭.
૪. રાજાએ કહ્યું કે નિમિત્તજ્ઞ ! ભવિષ્ય કેવા પ્રકારનું છે ? તું કહે. તેણે (નિમિત્તશે) પણ કહ્યું - હે પ્રભો ! મને હમણાં ભાવિના સ્વરૂપને ન પૂછો. ૧૮૪૮.
૫. રાજાએ વિશેષ પ્રકારે પૂછ્યું. શું ભાગ્યથી કોઈ પણ ઉત્પાત થશે ? તેણે પણ બાર વર્ષના દુષ્કાળને કહ્યું. ૧૮૪૯.
૬. રાજાએ અકાળે વિજળી પડવા સમાન તેના વચન સાંભળીને દુ:ખપૂર્વક એ પ્રમાણે કહ્યું. અરે ! વિચાર કરીને વચન બોલ. ૧૮૫૦.
૭. સર્વ સભાની સમક્ષ નિમિત્તશે ફરીથી કહ્યું. જો મારા વડે કહેવાયેલું નિષ્ફળ થાય તો મારી જીભ કાપવી. ૧૮૫૧.
ઉપદેશ સપ્તતિ ૨૩૭