________________
૮. તેઓના પૂર્વભવ વગેરેને સાંભળવાની ઈચ્છાવાળા વરસેન પણ સ્વામી વડે (પરમાત્મા વડે) કહેવાતી તે કથાને સાંભળે છે. તે આ પ્રમાણે - ૧૩૩.
૯. પહેલા ધાતકી ખંડમાં શ્રેષ્ઠ એવા મહાલયપુર નામના નગરમાં સુદત્ત નામે શ્રેષ્ઠી હતો. વળી તેને રુક્મિણી નામની પત્ની હતી. ૧૩૪.
૧૦. હવે ૧. ધન ૨. વિમલ ૩. શંખ ૪. આરક્ષ પ. વરસેન ૬. શિવ ૭. વરૂણ અને ૮. સુયશા નામે તેના આઠ પુત્રો હતા. ૧૩પ.
૧૧. એક વાર આચાર્ય ભગવંત વડે કહેવાતા અષ્ટપ્રકારી પૂજાના ઉત્તમ ફળને તેઓએ આનંદ વડે સાંભળ્યું. ૧૩૬ -
૧૨. શ્રેષ્ઠ ગંધ (ચંદન) ૨. ધૂપ ૩. ચોખા (અક્ષત) ૪. પુષ્પ વડે ૫. શ્રેષ્ઠ દીપક વડે ૬. નૈવેધ ૭. ફલ ૮. જલ વડે એમ આઠ પ્રકારે જિનેશ્વર પરમાત્માની પૂજા કહેવાઈ. ૧૩૭.
૧૩. હંમેશા માટે નાશ પામ્યા છે દોષ જેમનામાંથી એવા જિનેશ્વરને જે ત્રિકાળ પૂજે છે તે ત્રીજે ભવે સિદ્ધ થાય છે અથવા સાતમે કે આઠમે ભવે મોક્ષમાં જાય છે. ૧૩૮..
૧૪. એ પ્રમાણે દેશના સાંભળીને તે આઠે પુત્રો વડે પણ એકઠા મળીને (પૂજાના) એક-એક ભેદનો નિયમ સ્વીકાર કરાયો. ૧૩૯.
૧૫. તે (પુત્રો) માં પવિત્ર છે આત્મા જેનો એવો પ્રથમ પુત્ર શ્રી જિનેશ્વર પરમાત્માના અભિષેકને માટે પ્રાતઃકાળમાં પોતાના ચિત્તની જેમ નિર્મળ જલને લાવે છે. ૧૪૦. '
૧૭. વળી બીજો પુત્ર ઘસાયેલ કેસરવાળા ચંદનને સુવર્ણ પાત્રમાં સ્થાપન કરીને કપૂર વડે સુગંધિત કરીને લાવે છે. ૧૪૧.
ઉપદેશ સપ્તતિ ૨૦