________________
૧૫. હવે તેના વડે કામધેનુ (ગાય) શ્રેષ્ઠ ઘરમાં સ્થાપન કરાઈ (રખાઈ) અને આ પ્રમાણે તેની આરાધનાની વિધિ કરી. ૧૮૨૮.
* ૧૭. અનેકવાર વિવિધ પ્રકારની પૂજા અને ભોગોનો યોગ કરાય છે. ચામરની શ્રેણી વીંઝાય છે. છત્રની પરંપરા ધારણ કરાય છે. ૧૮૨૯.
૧૭. રાજા તેણીને પાંચસો સોનામહોરોનો ભોગ આપે છે અને બીજાઓ પાસે ગીત નાટક વિગેરે ઉત્સવોને કરાવે છે. ૧૮૩૦.
૧૮. હે માતા ! મને પરમાન આપ. (ખીર=પરમાન્ન) આપ. એ પ્રમાણે કહે છે પરંતુ અત્યંત અજ્ઞાનથી પીડિત તેના ઉપાયને જાણતો નથી. ૧૮૩૧.
૧૯. તે બિચારી (ગાય) ચારા-પાણીની સેવાના વિરહ વડે કેટલાક દિવસોમાં મરણ પામી. વળી રાજાએ પાપી એવા પોતાની નિંદા કરી. ૧૮૩૨.
૨૦. અહો ! અમારું ભાગ્ય નથી. અહો ! હું ઘણા પાપથી ભરેલો છું. ભાગ્યવડે . હાથમાં આવેલ પણ રત્નને ક્ષણમાત્રમાં વિખેરી નખાયું. ૧૮૩૩.
* ૨૧. એક દિવસ તેજ શ્રેષ્ઠી ત્યાં આવ્યો અને તે પ્રમાણે જ (પહેલાની જેમ જ) રાજાને ભેટશું અર્પણ કર્યું ત્યારે રાજાએ તેને કહ્યું. ૧૮૩૪.
1. ૨૨. અમારા હિતની ઈચ્છા વડે તમારા વડે જે ગાય અર્પણ કરાઈ તેણી વડે (ગાય વડે) એક દિવસ પણ થોડું પણ પરમાન અપાયું નથી. ૧૮૩૫.
-
૨૩. ત્યારથી માંડીને તેણીની અનેક પ્રકારે ભક્તિ કરાઈ. પરંતુ ક્યારેય તેણી વડે (ગાય વડે) કાંઈ પણ પ્રત્યુત્તર ન અપાયો. ૧૮૩૬.
ઉપદેશ સપ્તતિ ૨૩૫