________________
૩૧. અગ્નિની ચિતામાં પ્રવેશ કરીને હું મરણને સાધીશ. માનથી રહિત એવા જીવિત વડે શું ? વગેરે તપાવેલા સીસા (ધાતુ) સમાન તેના વચનો સાંભળીને રાજાએ પણ તેણીને કહ્યું. ૧૮૦૦.
૩૨. હે અધમ ! તમે વિદ્યાધરની પુત્રી નથી, પરંતુ ભયંકર ચંડાલના કુલમાં ઉત્પન્ન થયેલી છો. કસ્તૂરિકાના ભ્રમથી મારા વડે અંજન અથવા મરૂભૂમિના વૃક્ષનો ધતૂરો ગ્રહણ કરાયો. ૧૮૦૧.
૩૩. (ધનના) ભંડારને ગ્રહણ કર અથવા સંપૂર્ણ પૃથ્વીને ગ્રહણ કર. બીજું તને જે ઈચ્છિત છે તે હું કરું છું. હે પ્રિયે ! મારા પર્વવ્રત (પર્વ દિવસે પળાતા વ્રત)નો ત્યાગ ન કરાવ. જેના લોપથી નિશ્ચયે દુર્ગતિ જ છે. ૧૮૦૨.
૩૪. તેણીએ પણ વારંવાર કહ્યું. જેને પોતાના) વચનની પ્રતિષ્ઠા વિદ્યમાન નથી. ખરેખર તે પુરુષ અધમ છે તેના મોટા દાન વડે પણ શું ? કપટને ધારણ કરનાર પત્ની વડે વારંવાર રાજાને કહેવાયું. ૧૮૦૩.
૩૫. જો તારા વડે પર્વવ્રતનો ભંગ નહીં કરાય તો શ્રી આદિશ્વર પરમાત્મા શક્રાવતાર નામનું ઉચું મંદિરને પાડી નખાય. એ પ્રમાણે સાંભળીને રાજા વજથી હણાયેલાની જેવો થયો. ૧૮૦૪. - ૩૯. રાજા મૂચ્છ પામ્યો અને એકાએક ભૂમિ પર પડ્યો. ક્ષણ માત્રમાં ચૈતન્યને
પામીને તેણે કહ્યું. અહો પાપિણી ! તું નિશ્ચયે ચંડાલના કુલમાં ઉત્પન્ન થયેલી છો. - જેથી તારાં વચનોની શ્રેણી આવા પ્રકારની છે. ૧૮૦૫.
૩૭. તેથી તમે બંને પણ મારી પાસેથી જાઓ. તેણીએ સાત્ત્વના પૂર્વક તેને કહ્યું. હે નાથ ! મારું એક વાક્ય (પર્વવ્રતનો ભંગ) પણ તમારા વડે ન કરાયું. વારંવાર તમને શું કહેવાય ? ૧૮૦૬.
૩૮. અથવા પોતાના પુત્રનું મસ્તક સમર્પણ કર એ પ્રમાણે કહેતે છતે મારા વિના પુત્ર પણ મારો નથી તેથી મને જ ગ્રહણ કર. એ પ્રમાણે બોલતો તે રાજા ' જેટલામાં તલવાર વડે પોતાના કંઠને છેદે છે. ૧૮૦૭.
૩૯. તેટલામાં તે બંને પણ પ્રગટ થઈ. વળી તેની આ પ્રમાણે પ્રશંસા કરી. હે ક્ષમાને ધારણ કરવામાં સમર્થ ! હે ચક્રવર્તીના પુત્ર ! શાંત થઈ છે સર્વ ઈન્દ્રિય જેની અને સર્વ સંગથી રહિત ! તમે જય પામો. ૧૮૦૮.
ઉપદેશસપ્તતિ ૨૩૧