________________
૧૫. કયા વરને (પતિને) આ બંને કન્યાઓ આપવા યોગ્ય છે. એ પ્રમાણે અમારા પિતાએ જ્યારે ચિંતા કરી ત્યારે પોતાને ઈચ્છિત તેવા પ્રકારના પતિનો અભાવ હોવાથી ચિંતારૂપી સમુદ્રથી આ (પિતા) દૂર કરાયો. ૧૭૮૪.
૧૬. જો પતિ પોતાને વશ હોય તો સ્ત્રીઓને સુખ હોય અન્યથા અત્યંત દુ:ખ હોય. તેથી અમારા વડે સારા તીર્થોની સેવા જ કરાય છે. રોગોની જેમ ભોગોને વિષે અમારું મન નથી. ૧૭૮૫.
૧૭.
એ પ્રમાણે સાંભળીને રાજાની અનુમતિથી મંત્રીએ તેમની આગળ આદરપૂર્વક વચન કહ્યું. ખરેખર ઋષભરાજાના પૌત્ર અને ભરતચક્રવર્તીના પુત્ર એવા આ (સૂર્યયશ રાજા) સર્વ કલાઓને જાણનાર, બલવાન અને સારા ગુણોવાળા છૅ. ૧૭૮૬.
૧૮. તમારા બંનેના વચનને અન્યથા કરતા હું એને અટકાવીશ. માટે આ શ્રેષ્ઠ પતિ કરાય. જો તમારા મનની રૂચિ (ઈચ્છા) હોય તો આવા પ્રકારનો પતિ ભવાંતરમાં પણ તમને ક્યાંય મળશે નહીં. ૧૭૮૭.
૧૯. અહીં સાક્ષી માટે આ જિનેશ્વર પરમાત્મા આપણી સમક્ષ બિરાજમાન છે. બીજા લોકો વડે સંર્યું વગેરે અત્યંત આગ્રહથી તે બંનેનું વિવાહમંગલ ઘણા વિસ્તારપૂર્વક થયું. ૧૭૮૮.
૨૦. તેમાં એક મનવાળો તે રાજા તે બંનેની સાથે ભોગોથી ઉત્પન્ન થયેલ સુખને કેટલાક દિવસો પર્યંત ભોગવતો હતો. શું ભરત વડે ગંગાની સાથે હજાર વર્ષ પર્યંત ભોગો ન ભોગવાયા ? ૧૭૮૯.
૨૧. અહો ! હે લોકો ! સાંભળો. આવતીકાલે અષ્ટમી તિથિ છે એ પ્રમાણે એક દિવસ આખા નગરમાં ઉંચા સ્વરે વગાડાતો પડલ તે બંને વડે સંભળાયો. જે અત્યંત ખેદ કરનાર થયો. ૧૭૯૦.
૨૨. અજાણની જેમ (જાણે પોતે ન જાણતી હોય તેમ) ઈન્દ્રાણીએ રાજાને કહ્યું, હે નાથ ! આ પડહને વગાડવાનું શા માટે કરાય છે ? તેણે પણ તેણીને કહ્યું, હે કૃશ અંગવાળી ! પર્વને માટે આ અમારો ઉપક્રમ (વ્યવસ્થા) છે. ૧૭૯૧ .
ઉપદેશ સપ્તતિ ૨૨૯