________________
૭. પોતાના હાથરૂપી કમલમાં વણાને ધારણ કરીને શક્રાવતાર નામના દેવના મંદિરમાં આવીને તે બંનેએ પણ લોકોને મોહ કરાવનાર ગીત નાટક વિગેરેને કર્યું. ૧૭૭૬.
૮. ત્યારે વૃક્ષની સમીપમાં રહેલા પક્ષીઓ, સર્પ, ચંદનઘો અને હરણ વિગેરે તેના નાદમાં લીન થયેલા, તેમાં જ એકાગ્રપણે રત થયેલા, એકાગ્ર બનેલા પથ્થરમાં આલેખેલ હોય તેમ સ્થિર થયા. ૧૭૭૭.
૯. અહીંથી તે માર્ગમાં જતા એવા તે રાજાએ બંનેના (ઈન્દ્રાણી અને રંભાના) મનોહર એવા ગીતોનો અવાજ સાંભળ્યો. તે મનોહર એવા ગીતો સાંભળવાથી તે (રાજા) તત્કાળ કિલિકાની જેમ (સ્થિર) થયો અથવા ગીતનો અવાજ કોને મોહ ન પમાડે ? ૧૭૭૮.
૧૦. ત્યારે બીજુ ઘણું શું કહેવાય ? ત્યારે અશ્વ, પાયદળ વિગેરે સેના પણ (તે ગીતોમાં) તન્મયતા (એકાગ્રતાને) ને પામી છતી જવાને માટે અસમર્થ થઈ. તેવા પ્રકારના તેઓને જોઈને રાજા આશ્ચર્ય પામ્યો. ૧૭૭૯.
૧૧. મારે બે કાર્ય થશે એ પ્રમાણેના વિચાર વડે તેમાં મોહ પામેલ આ રાજા મંદિરમાં ગયો અને ત્યાં આદિનાથ પરમાત્માની સ્તુતિ કરીને ત્યાં ઓટલા પર ' બેઠો. ૧૭૮૦.
૧૨. તે બંનેના (ઈન્દ્રાણી અને રંભાના) વચનરૂપી સુધારસને કાન વડે પીતો અને નેત્રો વડે મનોહર એવા રૂપને નિહાળતો ચિત્તને વિષે બોધ પામ્યો. ખરેખર તે એક ત્રીજો (કામ) પુરુષાર્થ જ છે. ૧૭૮૧.
, ૧૩. રાજાએ તે બંનેના કુળ વિગેરેને જાણવા માટે મંત્રીને આદેશ કર્યો. તે પણ તેઓની પાસે ગયો અને એ પ્રમાણે પૂછ્યું. તમે બન્ને ક્યાંથી આવી છો ? અને તમારા કુલનું નામ શું છે ? તે આપ જણાવો. ૧૭૮૨.
૧૪. તે બંનેમાં એક મંત્રીને એ પ્રમાણે કહ્યું. અમે શ્રીમણિચૂડ નામના વિદ્યાધર રાજાની બંને પુત્રીઓ છીએ. હમેશાં વીણા વગાડવામાં ગીત વિગેરેમાં એકાગ્રચિત્તવાળી રહીએ છીએ. ૧૭૮૩.
ઉપદેશ સપ્તતિ ૨૨૮