________________
“ઉપદેશ-૧૧” ૧. જેમ-વર્ષાકાળનું પાણી સર્વ ઈચ્છિતોને પ્રદાન કરનાર થાય, પણ સ્વાતિ નક્ષત્રમાં છીપમાં પડેલ પાણી મોતીને પ્રદાન કરનાર (મોતી) થાય તેમ ધર્મ હંમેશાં પુરુષોને ફળ આપનાર છે, પણ પર્વ દિવસોમાં કરાયેલ વિશેષ પ્રકારે ફળ આપનાર છે, એમ મનાયેલું છે. ૧૭૬૮.
૨. જે કારણથી પર્વ દિવસોમાં પ્રાયઃ કરીને ભવિષ્યના આયુષ્યનો બંધ થાય. એમ શ્રી જિનેશ્વર પરમાત્મા વગેરે કહે છે. તેથી સૂર્યયશ રાજાની જેમ તે ધર્મમાં વિશેષ પ્રકારે દૃઢતા જોવાય છે. ૧૭૬૯.
૧. અયોધ્યાનગરીમાં મુખ્ય ચક્રવર્તી (ભરત ચક્રવર્તી)નો પુણ્યશાળી પુત્ર સૂર્યયશ નામે રાજા હતો. જેના નામ વડે પૃથ્વીતામાં ઘણા વિસ્તારવાળા શ્રી સૂર્યવંશ નામે પ્રખ્યાત થયો. ૧૭૭૦.
૨. આ (રાજા) પર્વના દિવસે દશ હજાર રાજાઓની સાથે પૌષધવ્રતને કરે છે તે દિવસે રાજાની આજ્ઞા વિના બાળક પણ ભોજન કરતા નથી. તો વળી આસ્તિક લોકો કેવી રીતે કરે ? ૧૭૭૧. : ૩. હવે એક વખત તેના ગુણથી રંગાયેલ મસ્તકને ધૂનાવતા ઈન્દ્રને ઈન્દ્રાણીએ
કહ્યું. નિમિત્ત વિના મસ્તકને શા માટે ધૂણાવ્યું? ઈન્દ્ર પણ ગૌરવ સહિત તેણીને . કહ્યું. ૧૭૭૨.
૪. અયોધ્યાનગરીમાં સુશ્રાવક સુયશ રાજા વિશાળ રાજ્યને કરે છે. હે કમળ સમાન મુખવાળી ! તેના વ્રતની નિશ્ચલતાને જોઈને મારા વડે મસ્તક ધૂણાવાયું. ૧૭૭૩. - પ. એ પ્રમાણે સાંભળીને તેણીએ કહ્યું. હે નાથ ! મનુષ્યમાત્રની સ્તવના ફોગટ શા માટે કરો છો ? જે સાત ધાતુથી બંધાયેલ અને અન્નના પિંડ વડે પોષણ કરાયેલ શરીરને ધારણ કરે છે. ૧૭૭૪.
૬. જો તે મારા વડે કરાયેલી પરીક્ષામાં સમર્થ થાય તો તમારું કહેવું ઘટે છે અન્યથા નહીં. એ પ્રમાણે કહીને તેની (રાજાની) પરીક્ષા કરવા માટે ઉત્સુક થયેલી તેણી (ઈન્દ્રાણી) રંભાની સાથે ગઈ. ૧૭૭૫.
ઉપદેશ સપ્તતિ ૨૨૭