________________
“ઉપદેશ-પ”
૧. જેવી રીતે આઠ-સિદ્ધિઓ સિદ્ધ થાય (પ્રાપ્ત થાય) તેમ મનુષ્યો પરમાત્માની અષ્ટપ્રકારી પૂજા કરે, જેમ મહાન (ઘણી) ઋદ્ધિવાળા આઠે ભાઈઓએ આઠ કર્મનો ક્ષય કરીને મોક્ષરૂપી લક્ષ્મીનો આશ્રય કર્યો. ૧૨૫.
૧. મહાવિદેહ ક્ષેત્રમાં પુષ્કલાવતી વિજયમાં પુંડરીકિણી નામની પવિત્ર નગરી છે ત્યાં વરસેન નામનો રાજા છે. ૧૨૬.
૨. ભુજાના બળ વડે છ ખંડની અખંડ (સંપૂર્ણ) પૃથ્વીને જીતીને તે પરાક્રમવાળો, વિનયવાળો, ન્યાયસંપન્ન ચક્રવર્તી થયો. ૧૨૭.
૩. એક વખત સુશા તીર્થંકર ત્યાં પધાર્યા. ચક્રવર્તી પણ ત્યાં તેમની દેશનાને સાંભળવાને માટે ગયો. ૧૨૮. .
૪. જ્યાં સુધી અહીં કાળરૂપી સર્પ જાગ્યો નથી, જ્યાં સુધી આ સિંહરૂપી કામ સૂતો છે અને જ્યાં સુધી મોહરૂપી રાત્રિ વિવેક વડે ઢંકાયેલી છે તેટલામાં હે જીવ ! તું સંસારરૂપી વનમાંથી નીકળી જા. ૧૨૯.
૫. એટલામાં સર્વ પ્રાણીઓથી અધિક કાંતિવાળા કોઈ પણ આઠ દેવતા આવ્યા (અને પોતાની) કાંતિ વડે પૃથ્વી તલને વિભૂષિત કરતા હતા. ૧૩૦.
૬. હવે ધર્મદેશનાને અંતે જિનેશ્વર પરમાત્માની આગળ બત્રીશ પ્રકારના ભાંગા વડે નાટકની વિધિને કરીને તેઓ જિનેશ્વર પરમાત્માને પૂછે છે. ૧૩૧.
૭. હે સ્વામિન્ ! અમારો મોક્ષ ક્યારે થશે ? અથવા પૂર્વભવમાં શું (કાર્ય) કરાયું ? કે જેથી આવા પ્રકારનું પુણ્ય બંધાયું. તે આપ જણાવો. ૧૩૨.
ઉપદેશ સપ્તતિ
૧૯