________________
૩૦. ન્યાય એ જ મારું પ્રધાન (મુખ્ય) કાર્ય છે. દુર્નય એવા પુત્ર વડે શું? જો બીજા પણ એ પ્રમાણે કરે તો શું એને શિક્ષા ન અપાય ? ૧૭૫ક.
૩૧. તેથી તે વિશારદો ! આને જે દંડ થાય તે દંડને કહો. ખરેખર મારા દાક્ષિણ્યપણાને ન કરવું તમને અભય છે. ૧૭૫૭.
૩૨. તેઓ વડે કહેવાયું હે દેવ ! જે જેવા પ્રકારનું કાર્ય કરે છે તેનું તેવા પ્રકારનું સારું અથવા ખરાબ કરાય છે. એ પ્રમાણે શાસ્ત્રનું વચન છે. ૧૭૫૮.
૩૩. જેમ વાછરડા ઉપરથી એણે વાહન ચલાવ્યું, તેમ આ પુત્રનું પણ આ પ્રમાણે (પુત્ર ઉપર પણ વાહન ચલાવાય) કરાય. આના સિવાય એને બીજો કોઈ દંડ નથી. ૧૭૫૯.
૩૪. વાહન અને પુત્રને લાવીને માર્ગમાં સ્થાપન કરીને લોકોને કહ્યું. તે લોકો ! આ પુત્ર ઉપર (વાહનો ચલાવાય. ૧૭૬૦.
૩૫. જ્યારે આવા પ્રકારના તેના આદેશને કોઈ પણ કરતા નથી. ત્યારે : રાજાએ સર્વ લોકોની સમક્ષ આ કહ્યું. ૧૭૬૧.
. ૩૯. આ મારો દુષ્પત્ર (ખરાબપુત્ર) જીવો અથવા મરણ પામો. જેને ન્યાયપ્રિય નથી એવા તે મારા પણ પુત્ર વડે શું ? ૧૭૬૨.
૩૭. એ પ્રમાણે કહીને એકાએક ઉઠીને કેટલામાં દયાથી રહિત આ (રાજા) પોતે જ વાહનમાં બેસીને જેટલામાં તેની ઉપર વાહન ચલાવે છે. ૧૭૧૩.
૩૮. તેટલામાં તે રાજાએ ગાય અને વાછરડાને નહીં જોયું અને તે દેવીએ તેની આગળ પ્રત્યક્ષ થઈને એ પ્રમાણે પ્રશંસા કરી. ૧૭૬૪.
ઉપદેશ સપ્તતિ ૨૨૫