________________
૩. કલ્યાણ કટક નગરમાં રામની જેમ નીતિ રૂપી લતાને પ્રગટ કરવામાં મેઘ સમાન યશોવર્મા નામે રાજા વિશાળ સામ્રાજ્યને ભોગવે છે. ૧૭૨૯.
૪. તેને દ્વેષી એવો પોતાનો પુત્ર પણ પોતાના અંગમાં રહેલ કાદવની જેમ ત્યાગ કરવા યોગ્ય હતો. ગુણવાન એવો પારકો પણ પુષ્પ પુણ્યની જેમ માન્ય હતો. ૧૭૩૦.
૫. તેણે પોતાના નગરના મુખ્ય દ્વારમાં ન્યાયનો ઘંટ બાંધ્યો હતો જેને જેને જ્યારે કામ હોય ત્યારે તેણે તેણે તેને વગાડવો. ૧૭૩૧.
૬. પ્રાણો વડે અને ધન વડે રાજા તેની ચિંતા કરે છે. એ પ્રમાણે ન્યાયનું પાલન કરતા તેના દિવસો પસાર થાય છે. ૧૭૩૨.
૭. એક વખત તેના ન્યાયની પરીક્ષા કરવા માટે રાજ્યના અધિષ્ઠાયક દેવતા ગાયનું રૂપ કરીને રાજમાર્ગમાં રહી. ૧૭૩૩.
: ૮. તેણીએ સુંદર, સુકુમાર, મનોહર તરત થયેલા એક વાછરડાને વિકુર્તીને પોતાની પાસે બેસાડ્યો. ૧૭૩૪.
૯. આ બાજુ (આની વચ્ચે) તે રાજાનો અત્યંત દુર્દમ એવો પુત્ર રાજમહેલથી શ્રેષ્ઠ વાહનમાં આરૂઢ થઈને ત્યાં (રાજમાર્ગમાં) જતો હતો. ૧૭૩૫.
- ૧૦: તે જ વાછરડાની ઉપર એણે (રાજકુમારે) અત્યંત વેગથી તે વાહનને ચલાવ્યું. વળી બિચારો તે વાછરડો મરણ પામ્યો. ૧૭૩૯.
૧૧. ગાય એ ખૂબ જોરથી અવાજ કર્યો અને ઘણા આંસુ સાર્યા. (ઘણી રડી). તે બંનેની (ગાય અને વાછરડાની) તેવા પ્રકારની દશાને જોઈને લોકોએ હાહાકાર કર્યો. ૧૭૩૭.
ઉપદેશ સપ્તતિ ૨૨૨