________________
“ઉપદેશ-૧૦” ૧. ન્યાય એ માનવોનું શ્રેષ્ઠ નિધાન છે. ન્યાય વડે સંપૂર્ણ જગત સુખી થાય છે. નદીના સ્વામી સમુદ્રનો જેમ નદીઓ આશ્રય કરે છે, તેમ લક્ષ્મીઓ ન્યાયથી યુક્ત પુરુષનો આશ્રય કરે છે. ૧૭૨૨.
૨. લોકો રોજ સવારે રામના નામનું સ્મરણ કરે છે. પરંતુ રાવણના નામનું નહીં. પહેલાએ (રામે) શું આપ્યું અને બીજાએ (રાવણે) શું ગ્રહણ કર્યું ? અહીં સાચો ન્યાય એ જ હેતુતાને ધારણ કરે છે. ૧૭૨૩.
જે કારણથી -
૧. ન્યાયપૂર્વક પ્રવૃત્તિ કરનારને તિર્યંચો પણ સહાયતા કરે છે વળી ખરાબ માર્ગે, જતા માણસને ભાઈ પણ ત્યાગ કરે છે. ૧૭૨૪.
૨. જ્યાં તિબેટ નામના બેટમાં ગયેલા રાવણની દેવતાઓ સેવા કરે છે એ જ રાવણના દિવસો પલટાય છે. જેમ પત્થરો પાણીમાં તરે છે. ૧૭૨૫.
* ૩. હે વીર ! જેઓ પોતે ડૂબે છે અને બીજાને ડૂબાડે છે એવા તે પત્થરો દુઃખે કરીને તરી શકાય એવા સમુદ્રમાં તરે છે અને વાનર સૈનિકોને સારી રીતે તારે છે. આ ગુણો પત્થરના નથી. સમુદ્રના આ ગુણો નથી, વાનરોના ગુણો નથી, પરંતુ તે રામના પ્રતાપનો આ મહિમા સારી રીતે પ્રગટ છે. ૧૭૨૯.
૧. પડતી એવી ભીતો પણ જેમની આજ્ઞા વડે નિશ્ચલ થાય છે. જેમના નામના કિર્તનથી ભૂત-પ્રેત વિગેરે પણ વશ થાય છે. ૧૭૨૭.
- ૨. તેમનું ચરિત્ર તો દૂર રહો, પણ તેમનો સેવક એવો પણ આ યશોવર્મા નામે રાજા જે પ્રમાણે ન્યાયી (ન્યાયવાળો) હતો. તે પ્રમાણે બીજા ન્યાયી નહોતા. ૧૭૨૮.
ઉપદેશ સપ્તતિ ૨૨૧