________________
૩૬. હે પ્રભો! તે ધૂર્ત એવા રાજા વડે હું અહીં મોકલાયો. તેનું ઋણ વાળવાનું ઈચ્છતા એવા મારું મરણ તેના (ભીમરાજા) વડે થાઓ. ૧૭૧૬.
* ૩૭. બડાઈથી આ પ્રમાણે કહીને - આ દૂત જેટલામાં પોતાની કુક્ષિમાં શસ્ત્રને ભોંકે છે. તેટલામાં રાજાએ હાથમાંથી પકડીને તેને દૂતને) અટકાવ્યો. ૧૭૧૭.
૩૮. હે દેવ ! હું મરીશ જ (તમારા વડે) શા માટે નિષેધ કરાય છે ? જો સ્વામીના કાર્યમાં પ્રાણો જાય છે (તો) તે જલ્દી જાઓ. ૧૭૧૮.
(૩૯. મરતા એવા તેને નિષેધ કરીને હજારો સુવર્ણમુદ્રાઓ અને પાંચસો ઘોડાઓ આપીને પોતાના દેશથી પણ મોકલ્યો. (કાઢ્યો). ૧૭૧૯.
- ૪૦. મોટા આડમ્બરપૂર્વક (આવેલ) એણે ભીમરાજાને પ્રણામ કર્યો અને જે પ્રમાણે થયું તે પ્રમાણે તેણે પોતાના વૃત્તાંતને વિસ્તારપૂર્વક કહ્યો. ૧૭૨૦.
૪૧. ત્યારથી માંડીને પોતાની વાણીની કલાથી રાજા વિગેરેને માન્ય થયો. તેથી પોતાનું મન ત્યાં જ સ્થિર કરાય કે જે પ્રમાણે તમે આલોક અને પરલોકમાં સુખી થાઓ. ૧૭ર૧.
'I' એ પ્રમાણે શ્રી ઉપદેશસપ્તતિકાના ચોથા અધિકારમાં નવમો ઉપદેશ છે.
ઉપદેશ સપ્તતિ ૨૨૦