________________
૨૬.
જો પંદર દિવસ પછી પણ (ધર્મના) ફલની પ્રાપ્તિ થાય તો આ ધર્મ સેવવા યોગ્ય છે અન્યથા નહિ. એ પ્રમાણે પિતાની વાણીને સાંભળીને તે પુત્રોએ ધર્મમાં થોડા ઉઘમને કર્યો. ૧૧૯.
૨૭. એક વખત પિતાએ કહ્યું. હે પુત્રો ! આજે ચારે ખૂણામાં ખોદીને તમે શ્રી જિનેશ્વ૨ ૫૨માત્માના ધર્મના ઉજ્જવળ એવા ફળને જુઓ. ૧૨૦.
૨૮. એ પ્રમાણે સાંભળીને તે (પુત્રો) વડે તે પ્રમાણે કરીને સુવર્ણરત્નના સમૂહથી ભરેલા પોતાના પુણ્યની જેમ સાક્ષાત્ સુવર્ણ કલશો જોવાયા. ૧૨૧.
૨૯. સુવર્ણ કલશોની પ્રાપ્તિથી ઘણા ખુશ થયેલા સ્થિર ચિત્તવાળા, પ્રસન્ન મુખવાળા તે (પુત્રો) પણ ત્યાર પછી શ્રી જિન ધર્મ પ્રત્યે ઘણા શ્રદ્ધાવાળા
થયા. ૧૨૨.
૩૦. હવે પુત્રો સહિત શ્રેષ્ઠી ફરીથી પોતાના નગરમાં ગયો. અંતે વ્રતને ગ્રહણ કરીને અનુક્રમે સદ્ગતિને ભજનાર થયો. (અર્થાત્ સદગતિમાં ગયો.) ૧૨૩.
૩૧. હે ભવ્યજનો ! એ પ્રમાણે શ્રી વીતરાગ પરમાત્માની પૂજાને કરો કે, જેથી મોક્ષરૂપી લક્ષ્મીના તમે ભાજન થાઓ. ૧૨૪.
।। એ પ્રમાણે શ્રી ઉપદેશ સપ્તતિકાના પ્રથમ અધિકારમાં પૂજાનો ઉપદેશ ચોથો છે. II
ઉપદેશ સપ્તતિ ૧૮