________________
૧૮. એ પ્રમાણે દેવીએ તેઓની તર્જન કરીને ફરીથી આ વચન કહ્યું. જો તમારા વડે આ સ્થાનની ધૂલ ગ્રહણ કરાય. ૧૯૭૦.
૧૯. તો નિરોગીપણું થાય. (દેવીએ) એ પ્રમાણે કહે તે છતે તેઓએ (બ્રાહ્મણોએ) તે પ્રમાણે કર્યું. પોતાના જ કાર્યમાં રકત એવા દુઃખી જીવો શું શું કરતા નથી ? ૧૬૭૧.
૨૦. તે ધૂલ વડે સર્વ બ્રાહ્મણોના મસ્તકની પીડા નાશ પામી અને બીજા પણ ખરાબ એવા કોઢ વિગેરે રોગો વિલંબ કર્યા વિના ક્ષયને પામ્યા. ૧૯૭૨.
૨૧. પદ્માવતી દેવીના પ્રભાવથી તેઓને પુત્ર-પૌત્ર વગેરેનો વિસ્તાર, લક્ષ્મી, શાંતિ અને મંગલ વગેરે થયું. ૧૯૭૩.
૨૨. ત્યાર બાદ લોભથી લુબ્ધ બનેલા બ્રાહ્મણોએ તે પ્રમાણે તેને (ધૂળને) ગ્રહણ કરી કે જેમાં કેટલાક સમયમાં ત્યાં અનુક્રમે ખાડો થયો. ૧૯૭૪.
૨૩. એ પ્રમાણે તે હેમખાડો થયો. તે બ્રાહ્મણો ! વિપરીત પ્રરૂપણા શી રીતે કરાય? હૃદયમાં વિચાર પણ કેમ કરાતો નથી ? ૧૯૭૫. * ૨૪. જે ગુરુના મહિમાથી અમાવસ્યા પણ પૂર્ણિમા થઈ. અત્યંત ભાગ્યશાળી એવા તેઓની નિંદા કોણ કરે ? ૧૯૭ક.
૨૫. બાલ્યાવસ્થામાં પણ જેઓના હાથના સ્પર્શમાત્રથી વેપારીના ઘરમાં અગ્નિનો ઢગલો સુવર્ણમય થયો. ૧૯૭૭.
રહું ત્યારે તેઓનું શ્રી હેમચંદ્ર એ પ્રમાણે નામ અપાયું. અને તેથી તેઓને ઉત્તમ એવું આ આચાર્યપદ અપાયું. ૧૯૭૮.
૨૭. તેથી હૃદયને વિષે વિચારીને ગુણીજનોની સ્તુતિ કરવી જોઈએ. પોતાના હિતને ઈચ્છનારા લોકો વડે તેઓને વિષે ઈર્ષ્યા ન કરવી જોઈએ. ૧૯૭૯.
છે એ પ્રમાણે શ્રી ઉપદેશ સપ્તતિકાના ચોથા અધિકારમાં આઠમો ઉપદેશ છે. એ
ઉપદેશ સપ્તતિઃ
૨૧૫