________________
ઉપદેશ-૮” ૧. ગુણી માણસોના ગુણોને જોઈને તેઓને વિષે ઈર્ષા કરવી વિવેકી માણસોને ઉચિત નથી. અહીં બ્રાહ્મણોનું દૃષ્ટાંત છે. ૧૬પર.
૧. કુમારપાલ વિગેરે અનેક રાજાઓને પ્રતિબોધ કરનારા, ઘણા સમય પર્વત પ્રભાવિત કર્યું છે શ્રી જિનેશ્વર પરમાત્માના શ્રેષ્ઠ શાસનને જેણે એવા, ૧૯૫૩.
૨. નવા રચ્યા છે અનેક ગ્રંથો જેણે એવા, કીર્તિ રૂપી કપૂર વડે સુગંધિત કર્યું છે પૃથ્વીતલ જેણે એવા શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા હતા. ૧૯૫૪.
૩. ચોરાશી વર્ષ પ્રમાણ પોતાનું આયુષ્ય પૂર્ણ કરીને તેઓ એક વખત દેવલોકમાં ગયા. ભાગ્ય વડે કયા મહાન પુરુષો પણ કોળીયો થતાં નથી. ૧૬પપ.
૪. ત્યારે તેવા પ્રકારના પુરુષ રૂપી રત્નના વિનાશ વડે રાજા વિગેરેના મનને સંતાપ કરાવનાર ઘણો શોક થયો. ૧૭૫૭.
- ૫, સર્વ ગુણોના ઘર સમાન, પૃથ્વીના આભૂષણ સમાન પુરુષ રત્નને જેટલામાં સર્જે છે. જો તે પણ ક્ષણમાં ભંગ કરે છે. અહો ! કષ્ટની વાત છે કે વિધિની અખંડિતતા કેવી છે ? ૧૯૫૭.
- કુ. વિમાનની ઉપમાવાળી તેઓની પાલખી ત્યાંથી નીકળી અને નગરમાં વિશ્રામ કરીને ફરીથી તે ઉપડી. ૧૯૫૮.
૭. તીર્થ સ્વરૂપ થયેલ તે સ્થાનની ધૂલ નગરવાસીઓએ વડે તે પ્રમાણે કાંઈક ગ્રહણ કરાઈ કે જેથી ત્યાં ખાડો થયો. ૧૯૫૯.
: ૮. ત્યાર બાદ સઘળા ય લોકોમાં હેમખાડો એ પ્રમાણે પ્રખ્યાત (ખાડો) થયો. શત્રુ એવા બ્રાહ્મણો વડે ફરીથી તે અન્ય રીતે સ્થાપન કરાય છે. ૧૯૬૦.
ઉપદેશ સતતિ : ૨૧૩