________________
૨૭. હે પુત્ર ! તું જા, તને સુખ થાઓ, તારી જાતિ તને વારશે. સ્વાભાવિક રીતે અહીં ઉત્પન્ન થયેલાઓને વિકૃતિ ઉત્પન્ન થતી નથી. ૧૯૪૧.
૨૭. પરિવાર સહિત રાજાએ તેને ક્ષણમાત્રમાં તૈયાર કર્યો અને બહાર ગયો. જ્યાં તે શત્રુનો સમૂહ વિદ્યમાન છે. ૧૯૪૨.
૨૮. રાજા વડે યુદ્ધને માટે હંકાયો. સામે આવેલા તેઓએ (પણ) પ્રેરણા કરી. એણે પણ તેઓની સાથે યુદ્ધની ક્રીડાના કુતૂહલને અનુભવ્યું. ૧૯૪૩.
૨૯. હવે ઘોડાએ વિચાર્યું. રાજાઓમાં અધમ એવા આ દુષ્ટને શત્રુઓથી હું મરાવું અથવા તેમના (શત્રુના) સૈન્યમાં હું લઈ જાઉં. ૧૬૪૪.
૩૦. ભૂમિ પર પાડુ અથવા પોતાના પગો વડે મથી નાખું. કુલનપણું હોવાથી ફરીથી એ પ્રમાણે) હા ! મારી દુષ્ટ ચેષ્ટાને ધિક્કાર હો. ૧૯૪૫.
૩૧. ખરેખર આ રાજા છે અને હું પશુનો પણ પશું છું. આવા પ્રકારના અવસરે મારા વડે આ (રાજા) સંકટમાં પડાય છે. ૧૯૪૬.
૩૨. પોતાનું કાર્ય કરવામાં (વેરનો બદલો લેવા માટે) ઘણી વાર મને અવસરો મળશે. એ પ્રમાણે ઘણું વિચારીને યુદ્ધને માટે તૈયાર થયો. ૧૯૪૭.
૩૩. ત્યાર પછી તેના (ઘોડાના) સાન્નિધ્યથી રાજા તે શત્રુના સમૂહને જીતીને ગાય રૂપી ધનને ગ્રહણ કરીને ઉત્સવપૂર્વક પોતાના નગરમાં આવ્યો. ૧૬૪૮.
- ૩૪. આ જ ઘોડાની સહાયથી મારા વડે શત્રુઓ જીતાયા. તેથી આ જ મુખ્ય ઘોડો થાય. બીજા ઘોડાઓ વડે સર્યું. ૧૯૪૯.
ઉપદેશ સપ્તતિ
૨૧૧