________________
૩૬. અરે ! આ લાકડું અહીં જ તજી દે અને જે આ તરતું લાકડું દેખાય છે તે ગ્રહણ કર. જેથી આપણે જલ્દી આપણા નગરમાં (પહોંચી) જઈએ. ૧૯૦૮.
૩૭. હવે ભયભીત થયેલ શ્રેષ્ઠીએ કહ્યું. મને સમુદ્રમાં નહીં ફેંકો. પરસ્પર તેને ઓળખીને તે બંનેએ કહ્યું, અરે ! તમે અહીં ક્યાંથી ? ૧૭૦૯.
૩૮. તેથી અત્યંત કોપિત થયેલી આ બંને, નિન્દાના ભયથી કાષ્ઠ સહિત તેને તજીને ત્યાં ઘરમાં આવી. ૧૬૧૦.
અન્યત્ર પણ કહ્યું છે -
-
અતિ લોભ ન કરવો જોઈએ. (જ) લોભનો ત્યાગ કરતા જ નથી (તે) અત્યંત લોભથી પરાભવ પામેલ સાગર (શ્રેષ્ઠી) સાગરમાં પડ્યો. ૧૯૧૧.
૩૯. તે બેની પાસેથી ક્રમ વડે જાણ્યો છે વૃત્તાંત જેણે એવા ગભરાયેલા તે પુત્ર પણ પ્રવજ્યાને ગ્રહણ કરીને સુખના સ્થાનભૂત થયો. ૧૭૧૨.
- ૪૦. હે પંડિતજનો ! એ પ્રમાણે લોભના વિપાકને સાંભળીને હંમેશાં સંતોષરૂપી અમૃતના પૂર વડે આત્માનું સિંચન કરો. ૧૯૧૩.
| એ પ્રમાણે શ્રી ઉપદેશ સપ્તતિકાના ચોથા અધિકારમાં છઠ્ઠો ઉપદેશ છે. એ
ઉપદેશ સપ્તતિ
૨૦૭