________________
૨૭. સવારે કુમારે તે વૃત્તાંત જણાવવાપૂર્વક પોતાના પિતાને સુવર્ણની ઈંટ બતાવી. વિસ્મય પામેલ તેમણે પણ તેને કહ્યું. ૧૫૯૯.
૨૮. અરે મૂર્ખ ! તારા વડે આ થોડું જ શી રીતે ગ્રહણ કરાયું - ખેદ છે કે પ્રયત્ન વિના હાથમાં આવેલા ધનને કોણ મૂકે ? ૧૬૦૦.
૨૯. આજે હું ત્યાં જઈશ. ઈચ્છા પ્રમાણે સુવર્ણને લાવીશ. દારિદ્રચને દૂર કરીશ. ખરેખર તમે નિશ્ચિંત રહો. ૧૬૦૧.
૩૦. એ પ્રમાણે કહીને લોભના ક્ષોભને વશ થયેલ શ્રેષ્ઠી ઉઠ્યો. તે દિવસે તંદુલીયા મત્સ્યની જેમ સુવર્ણની ઈંટના ધ્યાનમાં લીન થયો. ૧૬૦૨.
૩૧. તે પ્રમાણે જ રાત્રિમાં એણે (શ્રેષ્ઠીએ) તે કાષ્ઠની અંદર પ્રવેશ કર્યો અને તે બેની સાથે પ્રયાણ કરાયેલો તે પ્રદેશમાં આવ્યો. ૧૬૦૩.
૩૨. ત્યાર બાદ કોટરમાંથી નીકળીને પુત્ર કહેલા ચિત્રોનું હૃદયમાં સ્મરણ કંરતો સાક્ષાત્ સુવર્ણગિરિની જેમ ઈંટના નિભાડાને જોયો. ૧૬૦૪.
૩૩. તેનાં દર્શનથી શ્રેષ્ઠી ખુશ થયો. અસંતુષ્ટ થયેલ તેણે ઈંટોને તેવી રીતે ભરી કે જેથી કષ્ટ વડે કરીને પોતે સ્વયં સમાયો. ૧૯૦૫.
૩૪. તે પ્રમાણે જ તે બંને સાસુ-વહુ પોતાની નગરી તરફ ચાલી. જેટલામાં સમુદ્રનો ઉપરી ભાગ પ્રાપ્ત થયો તેટલામાં વહુએ કહ્યું. ૧૬૦૬.
૩૫. હે માતા ! કોઈ પણ કારણથી આજે ઘણા ભારવાળું લાકડું જલ્દી આગળ ચાલતું નથી. સાસુએ પણ તેણીને (વહૂને) કહ્યું. ૧૬૦૭.
ઉપદેશ સપ્તતિ ૨૦૬