________________
ઉપદેશ-૫” ૧. જે માણસો માયારૂપી રાક્ષસીને વશ થયેલા, એક સ્વાર્થમાં જ સ્થિર થયેલા, બીજાઓને ઠગવાનું કાર્ય કરે. તેઓ અધોગતિઓમાં જનારા હોય છે. અહીં પાપબુદ્ધિ વણિકનું દષ્ટાંત છે. ૧૫૩૯.
૧. શ્રી તિલકનગરમાં ધનને ઉપાર્જન કરવામાં પરાયણ ધર્મબુદ્ધિ અને પાપબુદ્ધિ નામે બે વેપારીઓ હતા. ૧૫૪૦.
૨. પહેલો સરલ સ્વભાવવાળો, સર્વેના હિતને ચિંતવનાર હતો, બીજો કપટ કરનારો, માયાવી, વિશ્વાસ આપીને પણ ઠગનારો હતો. ૧૫૪૧.
૩. પરસ્પર વ્યાપારને વિસ્તારતા તે બંનેની પણ મિત્રતા થઈ. લોકો કહે છે કે આ યોગ લાકડા અને કરત સરખો છે. ૧૫૪૨.
૪. તો પણ ધર્મબુદ્ધિવાળો ઉત્તમ હોવાથી તેને તજતો નથી, અશોભાને કરનાર કલંક પણ શું ચંદ્રમા વડે ત્યાગ કરાય છે ? ૧૫૪૩.
'પ. એક વખત વ્યાપારને માટે તે બંને કોઈક ગામમાં ગયા. ધન નાશ પામી ગયું છે જેનું એવા વેપારીઓનો વ્યવસાય (વ્યાપાર) ખરેખર કામધેનું જેવો છે. ૧૫૪૪.
૬. તે બંને જુદી જુદી હજાર સોનામહોરોને ઉપાર્જન કરીને પહેલાની જેમ એક વક્ર સ્વભાવવાળા અને બીજો સરળ સ્વભાવવાળા બંને પોતાના નગર તરફ વળ્યા. ૧૫૪પ. : ૭. પોતાનું નગર નજીક આવતે છતે વક્ર સ્વભાવવાળાએ (પાપબુદ્ધિએ) સરળ સ્વભાવવાળા (ધર્મબુદ્ધિને) કહ્યું. આટલું બધું ધન નગરની અંદર શી રીતે લઈ . જવું ? ૧૫૪૬.
૮. કેટલુંક (અમુક) ધન અહીં જ સ્થાપન કરાય. અવસરે ફરીથી લઈ જવાશે. રાજા, ભાગીદાર, ચોર વિગેરેથી ધનનો ભય અનેક રીતે હોય છે. ૧૫૪૭.
ઉપદેશ સપ્તતિ ૧૯