________________
૧૪. તારા આ ભણાવવા વડે શું? વગેરે બોલતા તેણે રોષ વડે એકાએક ઉઠીને કલાચાર્યને લાફો માર્યો. ૧૫૧૭.
. ૧૫. તે દુષ્ટાત્માએ ઉંચા આસન પર બેઠેલા તેને (કલાચાર્યને) વાળમાંથી પકડીને ભૂમિ પર પાડ્યો. પાપીઓને કયું અકાર્ય ન હોય ? ૧૫૧૮.
૧૯. રાજા વડે વૃત્તાંત જણાયે છતે તે ત્યાં બોલાવાયો (અને) કહ્યું. અરે મૂર્ખ! શું તારા વડે પંડિત વિદ્યાગુરુ મરાયા. ૧૫૧૯.
૧૭. સંકેત જણાવવા માટે ભમર ચઢાવેલ (ભકુટીના ક્ષેપ સાથે) અભિમાનપૂર્વક દુષ્ટ બુદ્ધિવાળા તેણે (ઉક્ઝિત) રાજાને કહ્યું. તે ભિક્ષાચર થોડી શિક્ષા કરાયો. તેમાં શું ખોટું છે ? ૧૫ર૧.
૧૮. જો બીજા કોઈ પણ મને ધિક્કારશે તો તે તેવા પ્રકારનું ફલ પામશે એ પ્રમાણે ઉલ્લેઠતાપૂર્વક નિર્ભયપણે કહ્યું. ૧૫૨૨.
૧૯. ક્રોધિત થયેલ રાજા વડે આ ગળું પકડીને નગરીની બહાર કઢાયો. પરંતુ : બાલહત્યાના ભયથી બિચારોઆ (ઉક્ઝિત) મરાયો નહીં. ૧૫૨૩.
૨૦. હે પંડિતો ! આ લોકમાં પણ અહંકારના ફલને જુઓ. પોતાના સ્વજનોથી " વિયોગ, રાજા વડે અપમાન, વનમાં રહેવાપણું વગેરે થાય છે. ૧૫૨૪.
. ૨૧. જેમ મનુષ્યોમાં ચક્રવર્તી, દેવોમાં ઈન્દ્ર (હોય છે, તે પ્રમાણે સર્વ ગુણોમાં અગ્રપણાને ધારણ કરનાર વિનયગુણ સ્મરણ કરાયો છે. ૧૫૨૫.
૨૨. હવે ભયંકર એવા જંગલમાં ફરતો ઉક્ઝિત કુમાર પણ તાપસોથી વ્યાપ્ત . એવા તાપસીના આશ્રમમાં આવ્યો. ૧૫રક.
ઉપદેશ સપ્તતિ - ૧૯૬