________________
૯. પોતાના મહેલમાં રોજ સવારે ગમનાગમનને વિસ્તારતા એવા શ્રેષ્ઠીએ ચૈત્યને નહિ ઈચ્છતા એવા પણ પુત્રોની ચિંતા કરી. ૧૦૨.
૧૦. એક વાર ચૌમાસીના દિવસે ચૈત્યમાં જતા એવા તેને એક માલણ વડે ચાર સેરવાળી (ચાર લાઈનવાળી) પુષ્પોની માળા અપાઈ. ૧૦૩.
૧૧. (શ્રેષ્ઠીએ કહ્યું –ધનના અભાવથી હું શી રીતે ગ્રહણ કરું ? તેણી (માલણ) વડે પણ તેને કહેવાયું - આ પ્રમાણે શા માટે બોલો છો ? આ સર્વે જે છે તે તમારું જ છે. ૧૦૪.
૧૨. હે દેવ ! તમારા કોળીયાઓ વડે (ધન વડે) અમે વૃદ્ધિને પામ્યા છીએ. અમે તમારા પુત્ર સમાન છીએ. અહીં શું પારકું છે?(અર્થાત બધું આપનું જ છે.) ૧૦૫.
૧૩. એ પ્રમાણે કહીને તેણી વડે ધનદને માળા અર્પણ કરાયે છતે ધનદશ્રેષ્ઠી પણ હર્ષ-પૂર્વક માળાને ગ્રહણ કરીને અને પરમાત્માની પૂજા કરીને પરમાત્માની આગળ બેઠા. ૧૦૬. ' - ૧૪. જેટલોમાં આ શ્રેષ્ઠી ગુરુભગવંતે આપેલ શ્રી નવકારમંત્રના સ્મરણમાં એકાગ્રચિત્તવાળા થાય છે તેટલામાં દેવ પ્રગટ થયો. ૧૦૭.
૧૫. અને તેણે (દેવે) કહ્યું, જે સર્વ તમને દેખાય છે તે હું આદિનાથ ભગવાનનો સેવક કપર્દિ નામે યક્ષ છું. હે ભદ્ર ! (તમારે શું જોઈએ છે તે) તમે માગો. ૧૦૮:
૧૯. શ્રેષ્ઠીએ પણ કહ્યું - મને ધનની તેવા પ્રકારની કોઈ પણ સ્પૃહા નથી. પરંતુ પુત્રોની ધર્મની સ્થિરતા માટે પુત્રો પણ ધર્મપ્રત્યે શ્રદ્ધાવાળા થાય તે માટે) કંઈક પ્રાર્થના કરાય છે. ૧૦૯.
૧૭. મારા વડે આજે જિનેશ્વર પરમાત્માની જે પૂજા કોઈ પણ જાતની અપેક્ષા વિના ભક્તિથી કરાઈ. જો આપ મારા પર પ્રસન્ન હો તો તેનું ફલ મને આપો. ૧૧૦.
ઉપદેશ સપ્તતિ ૧૬